રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત છે. તેના કારણે અનેક લોકોએ પોતાના ઘરના પરિવારજનો ગુમાવ્યા છે. હજુ થોડા સમય પહેલા જ રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીને ગાય ઢીંચ ચડાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે આજે ફરી એક વખત લોકરક્ષકને હડફેટે લીધા છે.
રાજકોટમાં મેયર દ્વારા કડક સૂચના આપવા છતાં પણ હજુ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ત્યારે મવડી હેડ ક્વાર્ટરમાં પરેડ પૂરી કરીને ઘરે જતી વેળાએ મહિલા લોકરક્ષકને ગાયે હડફેટે લીધા હતા. મેયર ડો.પ્રદિપ ડવે થોડા સમય પહેલા દબાણ હટાવ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં તમામની રિમાન્ડ લેવામાં આવી હતી. એવી પણ ટકોર કરી હતી કે રાજમાર્ગો પર ખડકાયેલા દબાણો અમને નજરે પડે તો તમારી તો આ મૂળભૂત કામગીરી છે છતાંય તમને કશું કેમ દેખાતું નથી? તાત્કાલીક અસરથી રાજમાર્ગો, સર્વિસ રોડ અને ફૂટપાથ પર ખડકાયેલા દબાણો હટાવવા માટે ડ્રાઇવ શરૂ કરવા કડક સૂચના આપી દેવામાં આવી છે હતી ત્યારે લોકરક્ષકને જ આજ રોજ હડફેટે લેવામાં આવ્યા છે. શું આ મનપા તંત્રની બેદરકારી ??
પૂજા સદાદિયા (LR) અને ગાયત્રી દેવમુરારી(PC) બન્ને મહિલા પોલીસ કર્મી મવડી હેડ ક્વાટરમાંથી પરેડ પૂરી કરી નીકળતાં ઘટના બની હતી. રાજકોટના ૨ મહિલા લોકરક્ષકને ગાયે ઢિંક મારતા હાલ તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.બન્ને મહિલા પોલીસ કર્મીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે