પાન નહીં હોય તો પણ આધારને નાણાંકીય વ્યવહારમાં માન્ય ગણવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય
નાણાકીય વ્યવહારોની સાથે બેન્કિંગ વ્યવસાયને સરળ અને સુદ્રઢ બનાવવા માટે સરકાર સતત વિચાર કરી રહી છે સરકારનું માનવું છે કે બેન્કિંગ વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાની અર્થવ્યવસ્થાને વિકસિત અને સરળ બનાવવા માટે દરેક સમિતિ નિયમોને સરળ કરવા જરૂરી છે ત્યારે આગામી બજેટમાં વધુ એક ઉપયોગી નિર્ણય લેવાશે.
મોટા નાણાકીય વ્યવહાર કરવા માટે પાનકાર્ડ આપવું ફરજિયાત છે જેના કારણે ઘણા કોમ્પ્લિકેશન પણ ઊભા થતા હોય છે આ વાતને ધ્યાને લઇ બેંકોએ સરકારને રજૂઆત કરી છે કે હવે દરેક ખાતા આધાર કાર્ડ સાથે લિંક થઈ ગયા છે ત્યારે મોટા નાણાકીય વ્યવહારમાં પાનકાર્ડ ના બદલે માત્ર આધાર કાર્ડ હોવું જોઈએ જેથી અન્ય જે તકલીફો ઊભી થઈ રહી છે તે ન થાય અને સુચારુ રૂપથી વ્યવસાય શક્ય બને.
બેંકો દ્વારા સરકારને જે રજૂઆત કરવામાં આવી છે તે અંગેનો નિર્ણય આગામી બજેટમાં લેવામાં આવે તો નવાઈ નહીં પરંતુ સરકાર આ મુદ્દે અત્યંત ગંભીરતાથી વિચાર પણ કરી રહી છે. હાલની સાંપ્રત પરિસ્થિતિમાં જે કોઈ વ્યક્તિ દ્વારા પાનકાર્ડ આપવામાં આવેલું ન હોય અથવા તો પાનકાર્ડ નંબર ન મળેલો હોય તે કિસ્સામાં ટીડીએસ ઉપર 20 ટકા કર લાગુ કરવામાં આવે છે જેનાથી ઉદ્યોગોને ઘણી તકલીફોનો સામનો પણ કરવો પડે છે. તો સાત બેંકો સેક્શન 206એ.એમાં પણ બદલાવ લાવવા માટે વિચાર વિમર્શ શરૂ કર્યો છે.
સૂત્રોનું માનવું છે કે સરકાર આ અંગે ગંભીરતાથી વિચાર પણ કરી રહ્યું છે અને નાણાકીય વ્યવહાર માટે એક મર્યાદા પણ નક્કી કરશે જે મર્યાદા માં પાન આપવું કે ન આપવું તેની સ્પષ્ટતા પણ કરવામાં આવશે. તા નાણાકીય વ્યવહારમાં પાનકાર્ડ આપવામાં ન આવેલું હોય તેના માટે જ 20 ટકા ટીડીએસ વસૂલવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારની કરચોરી કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં ન આવે. રો માનવું છે કે આધાર કાર્ડ એકમાત્ર એવો દસ્તાવેજ છે કે જે દરેક વ્યક્તિ માટે લાભદાય નિવડશે. આ મુદ્દે આગામી બજેટમાં નિર્ણય લેવાય તો નવાઈ નહીં અને આ નિર્ણયથી લોકોની સાથે ઉદ્યોગોને પણ ફાયદો પહોંચશે.