આ સંસારનો દરેક ભક્ત શ્રદ્ધાળુ, પુજારી મંદિરમાં પૂજા-પાઠ કર્યા બાદ જ આરતી કરે છે. શુ ક્યારેય કોઈ વ્યક્તિ પૂજા કરવા સમયે સૌથી પહેલા આરતી કરતો જોયો છે..? નહી જ જોયો હોય અને એ પ્રશ્ન થયા વગર રહેતો નથી કે છેલ્લે જ આરતી કેમ થાય છે
આપણા પૂર્વજોએ આ કાર્યને પણ સમજીને બનાવ્યું છે પૂજા પતાવ્યા પછી અંતમાં આરતી કરવાનું ધાર્મિક મહત્વની સાથે સાથે કેટલાક વૈજ્ઞાનિક મહત્વ પણ સમાયેલા છે
આપણે બધા જાણીએ છીએ કે આરતીના સમયે થાળીમાં રૂ, ઘી, કપૂર, ફૂલ, ચંદન રાખવામાં આવે છે. ઘી, ચંદન અને કપૂર શુદ્ધ સસ્ત્વિક વસ્તુઓ છે. એમાં આરતી જેવું કપૂર બળવામાં આવે છે તો વાતાવરણમાં એક અદભૂત સુગંધ પ્રસરે છે એવું થતા જ વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. અને એ સમયે આપણું મન એકાગ્રિત થાય છે. તમે પણ જાણો છો કે એકાગ્રતા અને શાંતિ મન આપની સમસ્યાઓનું સમાધાન છસહેલાય થી લાવી શકે છે. અને આયુર્વેદમાં પણ કપૂરને ઉત્તમ ગણવામાં આવ્યું છે. ત્યારે રોજ ઘરમાં સવાર સાંજ ભગવાનની આરતી સમયે કપૂર સળગાવવાથી વાતાવરણ મન અને સ્વાસ્થ્ય બધું જ શુદ્ધ થાઇ છે.