મેષ રાશિફળ (Aries):
વેપારમાં સરળ અને નોંધપાત્ર વૃદ્ધિ થશે. સરળાથી સહકારપૂર્વક કામ પાર પડશે. તમારા વિચારો તમને મોટા બનાવશે. નોકરી ધંધામાં ગતિવિધિ થશે. ખંત જળવાશે. મજૂરી-પરિશ્રમ સબંધિત કામકાજમાં સફળતા મળશે. પ્રોફેશનલો માટે સારો સમય. નાણાંકીય બાબતોમાં ધૈર્ય રાખજો. ખર્ચાઓ પર કાબૂ કરો. વ્યવસાય સંબંધિત મહત્વપૂર્ણ પ્રસ્તાવો પ્રાપ્ત થશે. નોકરીમાં સ્પર્ધા અનુભવાશે.ઓફિસમાં દરેકનો વિશ્વાસ જીતી શકશો.
વૃષભ રાશિફળ (Taurus):
વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. બજેટ બનાવો. વડીલની સલાહને અનુસરો. ઉતાવળમાં ખોટા નિર્ણયો લેવાની ભૂલ ન કરો. કારકિર્દી વ્યવસાય સામાન્ય રહેશે. ધનલાભ માટે જાગૃત રહેવાનું સૂચન છે. શત્રુઓથી સાવધાન રહેશો. કોર્પોરેટ ક્ષેત્રમાં દરેકનો સહયોગ મળશે. વેપારીઓના નફામાં વધારો થશે. આર્થિક બાજુ સારી રહેશે. કરિયર-બિઝનેસ પર ધ્યાન આપી શકશો. બિઝનેસ અંગે સુસંગતતા ટોચ પર રહેશે.
મિથુન રાશિફળ (Gemini):
ઉદ્યોગપતિઓના કામકાજમાં સરળતા રહેશે. તેથી તેમને નિયમિત ગતિએ આગળ વધવાની સલાહ છે. નફાની ટકાવારી સામાન્ય રહેશે. મીટિંગમાં નવા લોકોને મળવાની શક્યતા છે. નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ લાભદાયી સાબિત થઈ શકે છે. ફાયદાને લગતી અટવાયેલી વાત આગળ વધારવા માટે પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળી રહેશે. કામ સાથે જોડાયેલી દરેક બાબતમાં જીત મળશે. વ્યક્તિગત સંબંધોમાં સુધારો થશે.
કર્ક રાશિફળ (Cancer):
નોકરીયાત લોકોની આવકના સ્ત્રોત વધશે. કરિયર બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનો વ્યવહાર સારો ચાલશે અને સંચાલન અસરકારક રહેશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. પૈસાની બાબતો વધુ સારી રહેશે. કિંમતી ભેટ મળી શકે છે. ઉદ્યોગમાં સફળતા મળશે. તમારા કાર્ય સંબંધિત વિવિધ પરિણામો તરફેણમાં આવશે. નોકરીમાં મોટી સિદ્ધિ મળશે. બિઝનેસના હિસાબ પર ધ્યાન અપાશે. ભાગીદારીમાં નેતૃત્વની સંભાવનાનો લાભ લો
સિંહ રાશિફળ (Leo):
નિઃસંકોચ વ્યવસાયમાં આગળ વધવાથી તમામ ક્ષેત્રોમાં લાભ થશે. ઝડપથી ધ્યેય હાંસલ કરવાનો વિચાર કરી શકો છો. વ્યવસાયિક પરિસ્થિતિઓ પર નિયંત્રણ વધશે. અતિશય ઉત્સાહથી બચો. સહકર્મીઓ પર વિશ્વાસ રાખો. વિરોધીઓ પ્રત્યે સજાગ રહેવું. કોઈની સાથે ક્રેડિટ દ્વારા લેવડદેવડ કરવાનું ટાળો. તમામ ક્ષેત્રોમાં સાતત્ય રહેશે. તમે આખો દિવસ ખુબ મહેનત અનુભવશો. તકોનો લાભ ઉઠાવી શકશો.
કન્યા રાશિફળ (Virgo):
નોકરી વ્યવસાય સારો રહેશે. બિઝનેસમાં તકો મળવાની સંભાવના છે. સ્થિતિ સામાન્ય રહેશે. તમે જે સાંભળો છો તેના પર વિશ્વાસ કરશો નહીં. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. વડીલ વ્યક્તિઓનો સાથ અને સહયોગ તમારી છાપને વધારે નિખારશે. કોઈ માંગલિક સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ મળી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત સુખમય રહી શકે છે.
તુલા રાશિફળ (Libra):
મનોબળ તથા આત્મવિશ્વાસ પણ ભરપૂર રહી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે સારા સંપર્ક સ્થાપિત થઈ શકે છે. આર્થિક ગતિવિધિઓ મંદ પડવાના કારણે ચિંતા રહી શકે છે. આ તાત્કાલિક છે એટલે વધારે પરેશાન થવાની જરૂરિયાત નથી. સ્વભાવમાં નેગેટિવિટી લાવવાની જગ્યાએ પોતાના કામ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે કાર્ય પ્રયાસ સકારાત્મક રહેશે. નાણાંકીય બાબતોમાં સારું રહેશે. તમે આજે સંવેદનશીલ રહેશો. ઉદ્યોગોમાં સરળતા રહેશે. તકોનો લાભ મળશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
સંબંધોમાં ઉદ્ધાર થશે. શિસ્ત અને સાતત્ય રાખો. અહંકારની જાળમાં ફસાશો નહીં. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નનો યશ મળવાને લીધે માનસિક સમાધાન મળશે. લોકો સાથે વિવાદ થઈ રહ્યાં હતા, તેમાં સામંજસ્યમાં સંવાદ કરવો શક્ય બનશે. પરંતુ જૂની વાતોને ભૂલીને પણ નવી શરૂઆત કરવી શક્ય નથી. એટલા માટે કઈ વ્યક્તિ સાથે કેવા સંબંધો રાખવા તે તમારે નક્કી કરવાનું છે.
ધન રાશિફળ (Sagittarius):
કરિયર-બિઝનેસમાં વિવિધ પ્રયાસો અનુકૂળ રહેશે. નવી સંભાવનાઓ મળશે. નોકરીમાં આળસ ટાળો. તમારા અંગત પ્રયાસથી વિરોધીઓ શાંત રહેશે. નજીકના લોકોનો સહયોગ મળશે. નફો જળવાઈ રહેશે. વ્યવસાયિક બાબતોમાં સુધારો થશે. વ્યવસાય પર નિયંત્રણ વધશે. મહત્વના કામોમાં ઝડપ રાખો. જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે કોશિશ કરી રહ્યા હતાં, આજે તેના પ્રમાણે પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
મકર રાશિફળ (Capricorn):
કાર્યસ્થળ પર તમે તમારી શક્તિ અને હિંમતથી બધાને પ્રભાવિત કરી શકશો. રચનાત્મક કાર્યોમાં ઝડપ રાખો. વ્યવસાયિક બાબતોમાં સફળતા મળશે. વ્યાવસાયિકોના પ્રભાવશાળી સંચાલનથી વહીવટ સુમેળ બનશે. લાંબાગાળાની યોજનાઓ આકાર લેશે. આર્થિક વેપારની તકો વધતી રહેશે. ઓફિસમાં કામ કરતી વખતે અજાણ્યા લોકોથી અંતર રાખો. નાણાંકીય વ્યવહારોમાં સાવચેત રહો.
કુંભ રાશિફળ (Aquarius):
પરંપરાગત કાર્યોમાં સક્રિયતા બતાવી શકશો. વિરોધીઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી શકશો. માત્ર આ સમયે તમારી બે ખામીઓ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. જે ગુસ્સો અને જિદ્દી સ્વભાવ છે. આ સમયે આવકમાં ઘટાડો અને ખર્ચ વધારે રહેવાના કારણે ક્યારેક મનમાં થોડી પરેશાની રહી શકે છે. વર્તમાન વાતાવરણના કારણે તણાવ લેવો યોગ્ય નથી.
મીન રાશિફળ (Pisces):
આર્થિક લાભમાં વધારો થશે. સ્પર્ધામાં સફળતા મળશે. વધુ સારી રીતે રોકાણ થઈ શકશે. વાહન અને જમીન સંબંધિત બાબતોમાં સુધારો થશે કેસરનું તિલક લગાવીને ઘરની બહાર નીકળો. ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખો. ઘર અને વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. નજીકની યાત્રા પણ શક્ય છે જે લાભદાયી રહેશે. સંબંધીઓ તથા મિત્રો સાથે પણ થોડો સમય પસાર કરવાથી સંબંધો મજબૂત બની શકે છે.