ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતીથી જીત થઈ હતી અને ભુપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપ સરકારે ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂર્ણ કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે આજ રોજ નવી સરકારની કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા.
કેબિનેટની બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ સમિતિ દ્વારા આરોગ્ય સેવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્યના લોકોને આયુષ્માન ભારત કાર્ડ પર પાંચ લાખ સુધીનો વીમો આપવામાં આવતો હતો તે કુલ ખર્ચની રકમ વધારીને રૂપિયા દસ લાખ કરી દેવાશે તેવા પ્રયત્નો શરુ કરવામાં આવ્યા છે.
કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર સંબોધીને આગામી પાંચ વર્ષની બ્લુ પ્રિન્ટ વિશે માહિતી આપી હતી.
પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે લોકોને સ્વાસ્થ્ય વીમો 10 લાખ સુધીનો મળે તેવા પ્રયાસ ચાલુ છે.
> 2023 ના અંત સુધીમાં દ્વારકા કોરિડોરના ફેઝ 01ના ભૂમિપૂજનનું લક્ષ્ય પૂર્ણ થઈ જશે.
> સોમવારે અને મંગળવારે મંત્રીઓના દ્વાર સામાન્ય જનતા માટે ખુલ્લા રહેશે
> ગુજરાતના તમામ મંત્રીઓએ શુક્રવાર સાંજ સુધી મંત્રાલયમાં રોકાવું જ પડશે.
> ગુજરાતમાં બીએફ 7 ન આવે તેવા પ્રયાસ કરવાના છે.
> સરકાર ફેમિલી કાર્ડ લાવી રહી છે. પાંચ વર્ષના આયોજનને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે.