આ હસ્તાંતરણ સમગ્ર ભારતમાં રિલાયન્સ રિટેલના સ્ટોરની હાજરીમાં વિશિષ્ટ રીતે સ્થાપિત મલ્ટી-કેટેગરી મોટા ફોર્મેટ સ્ટોર્સમાં ઉમેરો કરશે અને તેના નવા વાણિજ્ય વ્યવસાયને પણ મજબૂત બનાવશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (’છછટક’)એ આજે મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (’મેટ્રો ઇન્ડિયા’)માં 100% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે રૂ. 2,850 કરોડની રૂપિયાની કુલ રોકડમાં નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, આ વ્યવહાર ક્લોઝિંગ એડજસ્ટમેન્ટને આધિન રહેશે.
દેશમાં કેશ-એન્ડ-કેરી બિઝનેસ ફોર્મેટ રજૂ કરનારી પ્રથમ કંપની તરીકે મેટ્રો ઇન્ડિયાએ ભારતમાં 2003માં કામગીરી શરૂ કરી હતી અને હાલમાં લગભગ 3,500 કર્મચારીઓ સાથે 21 શહેરોમાં 31 મોટા ફોર્મેટ સ્ટોર્સનું સંચાલન કરે છે. મલ્ટી-ચેનલ બીટુબી કેશ એન્ડ કેરી વ્હોલસેલર ભારતમાં ત્રણ મિલિયનથી વધુ બીટુબી ગ્રાહકો સુધી પહોંચ્યું છે, જેમાંથી એક મિલિયન ગ્રાહકો તેના સ્ટોર નેટવર્ક અને ઈબીટુબી એપ્લિકેશન દ્વારા વારંવાર ખરીદી કરે છે. મેટ્રો ઈન્ડિયાએ પોતાને કરિયાણા અને અન્ય નાના વ્યવસાયો તથા વેપારીઓ વચ્ચે વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાપિત કર્યું છે. નાણાકીય વર્ષ 2021/22 (સપ્ટેમ્બર 2022ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ)માં મેટ્રો ઇન્ડિયાએ રૂ. 7700 કરોડ (એ926 મિલિયન)નું વેચાણ કર્યું હતું, જે ભારતના બજારમાં પ્રવેશ્યા પછી તેનું શ્રેષ્ઠ વેચાણ પ્રદર્શન છે.
આ હસ્તાંતરણ દ્વારા રિલાયન્સ રિટેલને મુખ્ય શહેરોમાં મહત્વના વિસ્તારોમાં આવેલા મેટ્રો ઈન્ડિયા સ્ટોર્સના વિશાળ નેટવર્ક, નોંધાયેલા કરિયાણા ગ્રાહકો અને અન્ય સંસ્થાકીય ગ્રાહકોનો મોટો આધાર, મજબૂત સપ્લાયર નેટવર્ક અને ભારતમાં મેટ્રો દ્વારા અમલમાં મુકવામાં આવેલી વૈશ્વિક કક્ષાની શ્રેષ્ઠ પદ્ધતિઓનો ફાયદો મળશે. આ હસ્તાંતરણ રિલાયન્સ રિટેલના ફિઝિકલ સ્ટોર ફૂટપ્રિન્ટને વધુ મજબૂત બનાવશે અને સપ્લાય ચેઇન નેટવર્ક્સ, ટેક્નોલોજી પ્લેટફોર્મ્સ અને સોર્સિંગ ક્ષમતાઓમાં સુસંગતતા અને કાર્યક્ષમતાનો લાભ લઈને ગ્રાહકો તથા નાના વેપારીઓને વધુ સારી રીતે સેવા આપવાની ક્ષમતાને બળવત્તર કરશે. રિટેલ ઇકોસિસ્ટમમાં તમામ હિસ્સેદારો સાથેના પરસ્પર સંબંધોને વધુ મૂલ્યવાન બનાવશે.
આ રોકાણ અંગે બોલતાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે, “મેટ્રો ઈન્ડિયાનું હસ્તાંતરણ નાના વેપારીઓ અને સાહસો સાથે સક્રિય સહયોગ દ્વારા વહેંચાયેલી સમૃદ્ધિનું અનન્ય મોડેલ બનાવવાની અમારી નવી વાણિજ્ય વ્યૂહરચના સાથે સુસંગત છે. મેટ્રો ઈન્ડિયા ભારતીય બીટુબી માર્કેટમાં અગ્રણી અને ચાવીરૂપ ખેલાડી છે અને તેણે મજબૂત ગ્રાહક અનુભવ પ્રદાન કરતું નક્કર મલ્ટી-ચેનલ પ્લેટફોર્મ બનાવ્યું છે. અમે માનીએ છીએ કે મેટ્રો ઈન્ડિયાની સ્વસ્થ અસ્કયામતો ભારતીય વેપારી/કરિયાણા ઈકોસિસ્ટમની ઊંડી સમજણ સાથે મળીને ભારતમાં નાના વ્યવસાયોને અલગ-અલગ મૂલ્ય પ્રસ્તાવિત કરવામાં મદદ કરશે.
મેટ્રો એજીના સીઇઓ ડો. સ્ટેફન ગ્રૂબેલે કહ્યું કે, મેટ્રો ઈન્ડિયા થકી અમે યોગ્ય સમયે ખૂબ જ ગતિશીલ માર્કેટમાં વિકસતા અને નફાકારક જથ્થાબંધ વ્યવસાયનું વેચાણ કરી રહ્યા છીએ. અમને ખાતરી છે કે રિલાયન્સમાં અમને એક યોગ્ય ભાગીદાર મળ્યો છે જે બજારના આ વાતાવરણમાં ભવિષ્યમાં મેટ્રો ઈન્ડિયાને સફળતાપૂર્વક દોરી જવા ઈચ્છુક અને સક્ષમ છે. આનાથી એક તરફ અમારા ગ્રાહકો અને અમારા કર્મચારીઓ બંનેને ફાયદો થશે, જેમની વફાદારી અને કામગીરી માટે અમે ખૂબ આભારી છીએ અને બીજી તરફ મેટ્રોની દેશના બાકીના પોર્ટફોલિયોમાં વૃદ્ધિને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બનાવશે.”
મેટ્રો ઈન્ડિયાના સંપાદન સાથે રિલાયન્સ રિટેલ ભારતીય સમાજના દરેક સ્તર એટલે કે ઘરગથ્થુ, કરિયાણા સ્ટોર અને વેપારીઓથી લઈને નાના અને મધ્યમ ઉદ્યોગો અને સંસ્થાઓને સેવા આપવા માટે દેશભરમાં પહોંચ બનાવવાનું નિરંતર જારી રાખશે, આ ઉપરાંત પસંદગીના ભાગીદાર બનાવશે તથા ઉત્પાદકો, બ્રાન્ડ કંપનીઓ અને વૈશ્વિક સપ્લાયરો માટે સફળતાની તકો ઊભી કરશે.
આ વ્યવહાર કેટલાક નિયમનકારી અને અન્ય કસ્ટમર ક્લોઝિંગ કન્ડિશન્સે આધીન છે અને માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.