બાલભવન રાજકોટ દ્વારા તા.18-1ર-ર0રર થી 31-1ર-ર0રર દરમ્યાન 5 થી 16 વર્ષ સુધીનાં બાળકો માટે શારીરિક તેમજ માનસીક વિકાસને વેગ મળે તે હેતુસ ર દ ર વર્ષની જેમ આ વર્ષે પણ રમત ગમત તથા સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરી બાલમહોત્સવ ઉજવાઇ રહ્યો છે . જેના બીજા દિવસે એટલે કે તા . 19 ડિસેમ્બર -ર0રર સોમવારે સવારે 8:30 થી ધો . એચકેજીથી ર નાં બાળકો માટે લીંબુ ચમચી સ્પર્ધા યોજાઇ હતી .
જેમાં બોયઝ અને ગર્લ્સ બન્નેમાં પાંચ પાંચ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા . લીંબુ ચમચી દ્વિતિય , પ્રિત સોરઠીયા તૃતિય , સ્પર્ધા બોયઝ માં ભાર્ગવ આશરા – પ્રથમ , રૂદ્ર ગરથીયા તક્ષપરા રીયા -ચતુર્થ તેમજ કેવીન જરીયા – પાંચમાં સ્થાને વિજેતા થયેલ જ્યારે ગર્લ્સ માં વૃષ્ટિ દાવડા તૃતિય , સ્નેહા ડોબરીયા – ચતુર્થ અને પ્રથમ , માર્યા પીલુડીયા -દ્વિતિય , કાવ્યા કરગથરા માહી ચૌહાણ – પાંચમાં સ્થાને વિજેતા જાહેર થયા હતા. સ્પર્ધા માં ભાગ લીધેલ 988 જેટલા બાળકોનો ઉત્સાહ વધારવા સરદાર વલ્લભભાઇ પટેલ પ્રાથમિક શાળા નાં આચાર્ય એ . એસ . લાખા , માઁ આનંદમયી ક્ધયા વિદ્યાલય ના આચાર્ય લીનાબેન ત્રિવેદી અને વલ્લભાભાઇ પટેલ હાઇસ્કૂલ ના આચાર્ય શૈલેષભાઇ સોજીત્રા તેમજ મહાત્મ ગાંધી સ્કૂલ ના ટ્રસ્ટી રાજુભાઇ પરીખ સાથે બાલભવન રાજકોટનાં ટ્રસ્ટી ડો . અલ્પનાબેન ત્રિવેદી ( હેલીબેન ) તથા ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ અને બાળકો દ્વારા રેડ બલુન આકાશમાં ઉડાડી સ્પર્ધા ની શરૂઆત કરવામા આવી . તેમજ તેઓના વરદ્ હસ્તે વિજેતા બાળકોને મેડલ , શિલ્ડ તથા સર્ટિફિકેટ અને ઇનામો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા . તથા દરેક લીંબુ ચમચી સ્પર્ધા – કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર પંડયા અને પલ્લવીબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.