જુનાગઢમાં પોલીસ લાઈનમાં રહેતા એ.એસ.આઈ. અશોકભાઈ રવજીભાઈ પરમારની દિકરી સુરભીના લગ્ન મુંબઈ સ્થિત કૃણાલ ગોપાલભાઈ ઉગરેજીયા એક વર્ષ પહેલા થયા હતા . અંધશ્રદ્ધા અને કુરિવાજના કારણે અમાનુષી ત્રાસ હોય ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે રૂબરૂ જઈ પીડિત પરિવાર પાસે જાત માહિતી મેળવી હતી , જેમાં ચોંકાવનારી માહિતી જાથા લોકો સમક્ષ મુકે છે . જાથાની ટીમને જિલ્લા પોલીસ વડાએ ’ એ ’ , ’ બી ’ ડિવીઝન પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો.
બનાવની વિગત પ્રમાણે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં સુરભી કુણાલ ઉગરેજીયાએ પોતાના ઉપર એક વર્ષ દરમ્યાન અમાનુષી ત્રાસ સંબંધી ફરિયાદ નોંધાવી હતી . તેના સાસરામાં સુરભી માતાજીના ગુના – દોષમાં હોય ચપ્પલનો હાર , મોટું કાળું કરી , માથે સગવડી મુકી , ડામ દઈ , બુટ મોઢામાં રખાવી માતાજીના મઢના સાત આંટા ફેરવવામાં આવ્યા હતા . કૃણાલનું ચારિત્ર્ય શંકાસ્પદ , શારીરિક માનસિક ત્રાસ , જલ્દી સંતાનની ઘેલછા , અગાઉ બે માસનું બાળક મિસ થયું હતું . અત્યારે ચાર – પાંચનો ગર્ભ હોવા છતાં અમાનુષી ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું . મુંબઈ પોલીસને અગાઉ ત્રાસ સંબંધી અરજી આપી હતી . દેવીપૂજક સમાજમાં કાયદા કરતાં જ્ઞાતિ પંચ સર્વોપરી હોય છે .
તેથી સમાધાન થયું હતું . છતાં સુરભીને ઘરમાં પુરી રાખવી , રૂપિયા હાથમાં આપવા ‘ હિ . સમાજના રિવાજ પ્રમાણે જીવવું સલાહ આપવામાં આવતી હતી . એકવાર પીડિતા સુરભીએ રોષ બતાવતા જુનાગઢ મુકી ગયા હતા . સુરભીના પિતા અશોકભાઈ એક ભવમાંથી બે ભવ ન કરવા દિકરીને સમજાવતા હતા . પંરતુ સાસરીયા પક્ષે જોર – જુલમ ચાલુ રાખતા આખરે મામલો જુનાગઢ પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ હતી . ડબલ ગ્રેજયુએટ દિકરીની દેવીપૂજક ઉગરેજીયા પરિવાર કદર કરી શકયો ન હતો . સુરભીના દાગીના ગિરવે મુકી રોકડ 2કમ મેળવી લીધી હતી , જેઠાણી – સાસુ પુનમબેનનો કાળો કેર ચાલુ રહેતા અત્યારે સુરભી જુનાગઢ પિતાને ઘરે આવીને વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી . ફરિયાદમાં અંધશ્રદ્ધા – કુરિવાજની ઝાંખી જોવા મળતી હતી.
વિજ્ઞાન જાથાના ચેરમેન – એડવોકેટ જયંત પંડયાએ સૌ પ્રથમ પોલીસ અશોકભાઈ પરમાર પાસેથી સઘળી માહિતી મેળવી હતી. જાથાએ સાંત્વના આપી જરૂરીમદદ ખાત્રી ઉચ્ચારી હતી . ભણેલ – ગણેલ દિકરી ઉપર અત્યાચાર હોય સમાધાન પંચ બાબતે સ્પષ્ટતા કરી હતી . જાથા આવા બનાવોનું પુનરાવર્તન ન થાય , કોઈપણ દિકરી ઉપર અમાનુષી ત્રાસ ન થાય , કુરિવાજ , અંધશ્રદ્ધાનો ભોગ ન બને તે માટે રૂબરૂ માહિતી મેળવવા સંબંધી વાત ઉચ્ચારી હતી . સુરભીને ચાર – પાંચ માસનો ગર્ભ છે તે પ્રશ્ન સતાવતો હતો . સાસરીયા પક્ષના ગોપાલભાઈ ઉગરેજીયાનું વતન થાન પાસેનું ગામ છે .
છેલ્લા 40 વર્ષથી મુંબઈ રહે છે . શિક્ષિતનો દેખાવ હતો પરંતુ ઉગરેજીયા પરિવાર 14 મી સદીમાં જીવે છે તેવી વાત કરી હતી . દેવીપૂજક સમાજમાં જુના રીત – રિવાજ , પરંપરા , માન્યતા , અંધશ્રદ્ધા , ફગાવવા માંગતા નથી તેવી જાથા સમક્ષ આપવિતીમાં જણાવ્યું હતું . અશોકભાઈ શિક્ષિત , સરકારી કર્મચારી હોય કાયદાને માનતા હતા . પશુબલીની ક્રુરતામાં માનતો નથી તેવી હકિકત આપી હતી . જેથી જાથાએ પીડિત પરિવારનાં સદસ્યો પાસે જાત – માહિતી મેળવવાનું નક્કી કર્યું હતું . વધુમાં તેમણે જણાવ્યું હતુકે,
જુનાગઢ જાત માહિતી મેળવવા વખતે જિલ્લા પોલીસ વડા સમક્ષ પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી . જાથાની હકિકત ધ્યાને લઈ જિલ્લા પો . અધિક્ષકે ’ એ ’ , ’ બી ’ પોલીસ સ્ટેશનમાંથી જાથાની ટીમને પોલીસ સ્ટાફ ફાળવવા સુચના મોકલી દીધી. જાથાની કામગીરીમાં ભરતભાઈ પાનસુરીયા, જગદીશભાઈ પારધી, દિલીપભાઈ બાબરીયા, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, પોલીસ સ્ટાફમાં હેડ કોન્સ્ટે. ભાનુભાઈ ઓડેદરા, કોન્સ્ટે. ચિરાગ વરૂ, કોન્સ્ટે. કાજલબેન જેઠવા, કોન્સ્ટે. સંજય માલમ જોડાયા હતા. પો.ઈન્સ. એમ.એમ.વાઢેરે સતત દેખરેખ રાખી હતી. જાથાએ જૂનાગઢ પોલીસ વડાનો આભાર માન્યો હતો.