પતિના ત્રાસથી દોઢ માસથી અલગ રહેતી પરિણીતાના ભાઇ, મોટા બાપુને ઢીકાપાટુ માર્યા: છ વર્ષના પુત્રને પોતાની સાથે રહેવાની ફરજ પાડી ફડાકા માર્યા
દાંપત્ય જીવનમાં અરસ પરસ વિશ્ર્વાસ અતિ મહત્વનો હોય છે. ત્યારે મોરબીના પટેલ દંપત્તી વચ્ચે આડા સંબંધોની શંકાના કારણે લગ્ન જીવનનું પતન થાય તેવી સ્થિતી સર્જાય છે. પત્નીને ત્રણ પરપુરૂષ સાથે અનૈતિક સંબંધ હોવાના કારણે દોઢેક વર્ષથી ચાલતા ઝઘડાના કારણે પત્નીને હોકીથી માર માર્યાની અને તેણીને બચાવવા વચ્ચે પડેલા ભાઇ અને મોટા બાપુને ઢીકાપાટુ માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના રવાપર રોડ પર આવેલા આલાપ પાર્કમાં દોઢેક માસથી પિયર રહેતી શ્રધ્ધાબેન જયંતીલાલ દઢાણીયાએ મોરબીના શનાળા રોડ પર આર્દશ સોસાયટીમાં રહેતા પતિ નિરવ વલ્લભભાઇ રાજપરાએ હોકીથી માર મારતા તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.શ્રધ્ધાબેનના લગ્ન 13 વર્ષ પહેલાં નિરવ રાજપરા સાથે થયા હતા. ડિઝાઇનરનો વ્યવસાય કરતી શ્રઘ્ધાબેનને છ વર્ષનો પુત્ર વીઆન ડી એન્ડ ડી સ્કૂલમાં ઇંગ્લીશ મિડીયમ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલ ટીચર ઉર્વશીબેનને ત્યાં ટયુશનમાં જાય છે.
શ્રધ્ધાબેનના ચારિત્ર્ય અંગે નિરવ અવાર નવાર શંકા કરી ત્રાસ દેતો હોવાથી શ્રધ્ધાબેન દોઢેક માસથી પોતાના પિયર આલાપ પાર્કમાં પોતાના પુત્ર વીઆન સાથે રહેવા માટે જતી રહી છે.ગઇકાલે વીઆન ટયુશન ગયા બાદ ત્યાંથી તેના પિતા નિરવ લઇને જતો રહ્યો હતો અને એકાદ કલાક બાદ ઘરેથી તેડી જવા અંગે નિરવે પોતાના સાળા ગૌરવની સાથે મોબાઇલમાં વાત કરી હતી.
એકાદ કલાક બાદ વીઆનને તેડવા માટે શ્રધ્ધાબેન ગયા ત્યારે વીઆનને કાન પાસે નિરવે ઝાપટ મારી હોવાથી કેમ માર માર્યો તે અંગે પુછા કરતા પોતાની સાથે રહેવાની વીઆન ના કહેતા માર માર્યાનું જણાવ્યું હોવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.આથી શ્રધ્ધાબેને પોતાના મોટા બાપુ ગોરધનભાઇ દઢાણીયા અને ભાઇ ગૌરવને આર્દશ સોસાયટીમાં નિરવના ઘરે બોલાવ્યા હતા તે દરમિયાન નિરવ રાજપરા પોતાની પત્ની શ્રધ્ધાબેનને ઢસડી રૂમમાં લઇ જઇ તારે સ્ટુડીયો વાળા મેહુલ, અજય લોરીયા અને ફીજીયો ફીટ જીમમાં કામ કરતા હર્ષદ સાથે આડા સંબંધો છે તેની કબુલાત કરાવવા હોકીથી માર માર્યો હતો. શ્રધ્ધાબેન ગંભીર રીતે ઘવાતા તેને બચાવવા તેણીના મોટા બાપુ ગોરધનભાઆઇ દઢાણીયા વચ્ચે પડતા તેઓને અને ભાઇ ગૌરવને પમ ઢીકાપાટુ માર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ જે.એ.ઝાલાએ નિરવ રાજપરા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.