યાત્રામાં સામેલ થતા લોકોને માસ્ક પહેરવાનું કહો, સેનીટાઇઝરનો ઉપયોગ કરો
ચીન સહિત વિશ્ર્વના અનેક દેશોમાં કોરોના ફરી તાંડવ મચાવી રહ્યો છે. ભારતમાં હાલ કોરોના કાબુમાં છે છતાં સરકાર સઁપૂર્ણ એલર્ટ થઇ ગઇ છે. આજે કેન્દ્રીય આરોગય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો છે જેમાં ભારત છોડો યાત્રામાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા છેલ્લા ચાર માસથી ભારત જોડો યાત્રા કાઢવામાં આવી રહી છે. જે દેશના વિવિધ રાજયમાં હાલ ફરી રહી છે. હાલ વિશ્વ ના અનેક દેશોમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે ત્યારે ભારતમાં કોવિડ ફરી ભરડો ન લો તે માટે કેન્દ્ર સરકાર સતર્ક બની જવા પામી છે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ કોંગી નેતા રાહુલ ગાંધીને પત્ર લખી એવી વિનંતી કરી છે કે આપની ભારત જોડો યાત્રામાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા વિનંતી કરવામા આવી છે. યાત્રામાં સામેલ થતાં લોકોને માસ્ક પહેરવાનુ: કહેવામાં આવે અને સેનીટાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવે તેવી અપીલ કરાય છે. યાત્રામાં એવા લોકો ને જ સામેલ થવાનો અનુરોધ કરો જેને કોરોનાની વેકિસનના બન્ને ડોઝ લઇ લીધા હોય.