અત્યાર સુધી માત્ર માઘ્યમિક શાળાઓનું મુલ્યાંકન થતું હતું: પ્રાથમિક શાળાઓનું સ્વ અને બાહ્ય મૂલ્યાંકન કરવા તમામ જિલ્લાના ડીઇઓને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અપાયો આદેશ
ગુજરાતમાં બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે રાજય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી રાજયમાં માત્ર માઘ્યમિક શાળાઓમાં શિક્ષણનું મુલ્યાંકન કરવામાં આવતું હતું. દરમિયાન બાળકોને પાયાથી જ ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે હવે પ્રાથમિક શાળાઓમાં પણ મુલ્યાંકન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયની તમામ 33 હજાર પ્રાથમિક શાળાઓમાં સ્વ અને બાહ્મ મુલ્યાંકન કરવા માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તમામ જિલ્લાના ડીઇઓને આદેશ આપવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અત્યાર સુધી દર વર્ષે રાજયમાં માઘ્યમિક શાળાઓમાં શિક્ષણનું મુલ્યાંકન થતું હતું. પ્રથમ વાર પ્રાથમિક શાળાઓમાં પણ શિક્ષણ કાર્યનું મુલ્યાંકન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયની 33 હજાર શાળાઓમાં મૂલ્યાંકન કાર્ય હાથ ધરવા તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને સર્વ શિક્ષા અંતર્ગત આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં સ્વ અને બાહય એમ બે પ્રકારનું મુલ્યાંકન કરવામાં આવશે સાથો સાથ રાજયની 1865 માધયમિક શાળાઓમાં પણ મુલ્યાંકન કરવામાં આવશે.
અત્યાર સુધી માઘ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય અને બાળકોના શૈક્ષણિક વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. ત્યાર બાદ શિક્ષણનું સ્તર સુધારવા માટે નિર્ણય લેવામાં આવતા હતા હવે 33 હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં પણ મુલ્યાંકન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શાળાનું સ્વ અને બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે જેના આધારે શૈક્ષણિક કાર્ય પ્રણાલી સહિતના અલગ અલગ ફેરફાર કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને પ્રાથમિક શાળામાં મૂલ્યાંકન કરવા આદેશ આપવામાં આવ્યો છે.