ત્રિપુરાના ઉનાકોટીને પણ યુનેસ્કોની સાઈટમાં સ્થાન મળ્યું !!!
ભારત જે રીતે હિન્દી પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે તેને ધ્યાને લઈ સમગ્ર વિશ્વની મીટ ભારત ઉપર હાલ જોવા મળી રહી છે એટલું જ નહીં ભારતની યશ ગાથા એવી સંસ્કૃતિને પણ વિવિધ સ્થાનોએ ખૂબ સારી સિદ્ધિ અને પ્રસિદ્ધિ પણ મળી રહી છે. ફરી એક વખત ભારતની યશ કલગીમાં ઉમેરો થયો છે. ગુજરાતની વધુ 2 ઐતિહાસિક ધરોહરને યુનેસ્કોની પૌરાણિક ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું છે. જેમાં મહેસાણામાં આવેલ મોઢેરાના સૂર્યમંદિર અને તેની નજીકના અન્ય સ્મારકો સહિત મહેસાણાના વડનગર શહેરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ સાઈટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે જેને સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ બનાવ્યું હતું.
તેમાં હવે કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા જાળવવામાં આવતું સ્મારક છે. પૌરાણિક મંદિરમાં ગૃહમંડપ, તીર્થમંડપ, અને સભામંડપ છે. જયારે કુંડ, જળાશય પણ આવેલ છે. ભારતમાં આ મંદિર સ્થાપત્યનું રત્ન અને ગુજરાતનું ગૌરવ પણ માનવામાં આવે છે. તો બીજી તરફ વડનગર ગુજરાતના મહેસાણા જિલ્લા હેઠળની નગરપાલિકા છે.આ શહેરની મોટી સંખ્યામાં આવેલી ઐતિહાસિક ઈમારતો મુખ્યત્વે ધાર્મિક અને રહેણાંક પ્રકૃતિની છે.
જેને વર્લ્ડ હેરિટેઝમાં સામેલ કરાઈ છે. આ અંગે કેન્દ્રીયપ્રધાન જી.કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી અને હર્ષની લાગણી પણ વ્યક્ત કરી હતી. આ સિવાય ત્રિપુરાના ઉનાકોટીમાં જંગલમાં આવેલા શૈવ પૂજાધામને પણ વર્લ્ડ હેરિટેઝની યાદીમાં સમાવવામાં આવી છે. જે મળીને હવે દેશમાં કુલ 52 વર્લ્ડ હેરિટેઝ સાઈટ્સ થઈ છે. મહેસાણાના વડનગરમાં આવેલા રાષ્ટ્રીય મહત્વના સ્મારકોમાં અજપાલ કુંડ, અર્જુન બારી દરવાજો અને કિર્તી તોરણનો સમાવેશ થાય છે. તો બીજી તરફ તાના-રીરીની સમાધિ, હાટકેશ્વર મહાદેવ, જૈન દેરાસર, શર્મીસ્તા તળાવ, બોદ્ધ કાલીન અવશેષ, વડનગર મ્યુઝિયમ, આમથેર માતા મંદિર રહેલું છે.
આ સૂચિ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિ દર્શાવે છે અને આપણા વારસાની વિશાળ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે.સૂર્ય ભગવાનને સમર્પિત મોઢેરાનું સૂર્ય મંદિર ભારતમાં મંદિર સ્થાપત્યનું એક રત્ન છે અને ગુજરાતનું ગૌરવ છે. આવા મંદિરોમાં તે પ્રથમ મંદિર છે, જે સોલંકી શૈલીનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે, જે સ્થાપત્ય અને સુશોભનમાં અજોડ છે.