ભચાઉ-દુધઈ અને ઉનામાં બે આંચકા, અમરેલી-પાલીતાણા અને મોરબીમાં એકવાર ધરા ધ્રુજી
26 જાન્યુઆરી 2001ના રોજ રાજ્યમાં વિનાશક ભૂકંપની 22મી પુણ્યતિથિ નજીક આવતાની સાથે જ ફરી એકવાર સૌરાષ્ટ-કચ્છની ધરા નવ વખત ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભચાઉ-દુધઈ અને ઉનામાં બે આંચકા, અમરેલી-પાલીતાણા અને મોરબીમાં એકવાર ધરા ધ્રુજી છે. જો કે આંચકા સામાન્ય હોવાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 11:19 કલાકે ભચાઉથી 21 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.જેની ઊંડાઈ જમીનથી 3 કિમીની હતી. ત્યારબાદ બપોરે 1:03 કલાકે ભચાઉથી 15 કિમી દૂર 1.7ની તીવ્રતાનો આંચકો જેનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે અને ઊંડાઈ 6 કિમીની નોંધાઈ હતી.
ત્યારબાદ બપોરે 1:47 કલાકે પાલીતાણાથી 21 કિમી દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.જેનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે અને આંચકાની ઊંડાઈ જમીનથી 7.9 કિમીની હતી. બપોરે 5:03 કલાકે દુધઈથી 26 કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે 1.9ની તીવ્રતાનો આંચકાનુ કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે અને ઊંડાઈ 3 કિમીની નોંધાઈ હતી. સાંજે 5:59 કલાકે અમરેલીથી 44 કિમી દૂર સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે 1.9ની તીવ્રતાના આંચકાની ઊંડાઈ જમીનથી 6.1 કિમીની હતી. સાંજે 6:02 કલાકે ઉનાથી 44 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 10 કિમીની નોંધાઈ હતી. સાંજે 7:05 કલાકે ઉનાથી 20 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે અને તેની ઊંડાઈ જમીનથી 4.9 કિમીની નોંધાઈ હતી. અને છેલ્લે 7:54 કલાકે દુધઈથી 21 કિમી દૂર 3.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.જેની ઊંડાઈ જમીનથી 11.1કિમીની નોંધાઈ હતી.
જો કે તમામ આંચકા સામાન્ય હોય કોઈ જાનહાની સમાચાર પ્રાપ્ત થયા નથી અને આવા સામાન્ય આંચકાથી લોકોએ ગભરાવાની જરૂર નથી.
ઠંડીનું પણ તારીખ પે તારીખ
રાજ્યભરમાં ચાલુ વર્ષે ડિસેમ્બર અળધો વીતી ગયો છતાં પણ શિયાળો હજુ જામ્યો નથી. હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરવામાં આવે છે પરંતુ જોય એવી ઠંડી હજુ સુધી જામી નથી. રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી જયારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજ 56 ટકા જયારે પવનની ઝડપ કિમી પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ હતી. જો ચાલુ વર્ષે રાજકોટ સહિત મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે ગયો નથી. હવામાન વિભાગ જે કાતિલ ઠંડીની આગાહી કરે છે પરંતુ શિયાળો પણ જાણે તારીખ પે તારીખ તેમ જામતો જ નથી!!!