વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે  મેરા ટેેલેન્ટ મેરી પહેચાન અંતર્ગત  વિવિધ  સ્પર્ધાઓનું આયોજન

રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લાં 58 વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરુષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર ’ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ’ સંચાલિત ર7 સંસ્થાઓ જેમાં બાલમંદિર , શાળા , એન્જીનિયરીંગ કોલેજ , કોમર્સ કોલેજ , આર્ટ્સ કોલેજ તથા બી.એડ્ . કોલેજમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે .

વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ આ ટ્રસ્ટ રહ્યું છે . વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં રહેલ સર્જનાત્મક શકિતઓને ઓળખી તેને પ્રાત્સાહિત ક ર વામાં આવે છે . આ વખતે એક નવા આયામ તરફ આ ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે . જાણે કે , વિવેકાનંદનાં એ સૂત્રને સાર્થક કરવા પ્રયત્નશીલ છે. ‘ Education is the manifestation of perfection already in Man” ” માનવમાં પ્રથમથી રહેલ પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી ’

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા કિર્તિબેને જણાવ્યું હતુકે

મેરા ટેલેન્ટ મેરી પહચાન ’ શિર્ષક હેઠળ યોજાતી સ્પર્ધાની આ વર્ષે પાંચમી શ્રેણી છે . સંસ્થાના 750 થી વધુ વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલ વિવિધ પ્રકારનાં ટેલેન્ટને સ્ટેજ ઉપર રજૂ કરે છે . આ સ્પર્ધાના આયોજનનો મુખ્ય હેતુ શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓમાં રહેલ વિશિષ્ટ ટેલેન્ટ જ્હાર આવે તેમજ તેમને નવું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય તેવો છે . સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે શિલ્ડ તથા રોકડ પુરસ્કાર દ્વારા નવાજવામાં આવે છે . વિદ્યાર્થીઓમાં પહેલેથી રહેલી વિવિધ શકિતને બહાર લાવવામાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ , રાજકોટ દ્વારા સંસ્થાની શાળા કોલેજોમાં વિધાર્થીઓ માટે ધોરણવાઈઝ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. ’ મેરા ટેલેન્ટ મેરી પહેચાન ’ અં તર્ગત બાલભવન , મનુભાઈ વોરા . હોલ , રાજકોટ ખાતે યોજાનાર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

નાટય સ્પર્ધા તારીખ : ર1 1ર ર0રર , બુધવાર , નાટય સ્પર્ધાનાં વિષયો (1) જળ એ જીવન , (ર) સુખની ચાવી – આપણું કુટુંબ (3) પ્રદુષણ – પર્યાવરણનું કલંક (4) મારો દેશ ભારત સ્વદેશ પ્રેમ હેન્ડીક્રાફટ પ્રદર્શન: તારીખ : ર1/1ર/ર0રર , બુધવાર, કકરાઓ કે ફિલ્મી ગીત સ્પર્ધા તારીખ : રર/ 1ર/ર0રર, ગુરૂવારે,

ડાન્સ ફિએસ્ટા સ્પર્ધા તારીખ : ર3/1ર/ર0રર , શુક્રવાર, વિશિષ્ટ ટેલેન્ટ સ્પર્ધા તારીખ : ર4/1ર/ ર0રર , શનિવાર  ઉપરોકત વિવિધ સ્પર્ધાઓનું સંચાલન મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો . અલ્પનાબેન ત્રિવેદીન માર્ગદર્શન હેઠળ વિવિધ શાળા – કોલેજનાં આચાર્યઓ તથા કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.