રાજકોટના સર્વેશ્વર ચોકમાં એક સપ્તાહ પૂર્વે ગરાસીયા યુવાન પર ખૂની હુમલો કરવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ કરી હુમલામાં અન્ય કોણ સંડોવાયું છે. અને નવ દિવસ સુધી કયા આશરો મેળવ્યો હતો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. JMFC કોર્ટ દ્વારા દેવાયત ખવડ અને તેના સાગરીતોના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા કર્યા હતા ત્યારે દેવાયત ખવડ અને તેના બે સાગરીતોના રિમાન્ડ પોલીસે ન માંગતા કોર્ટે જેલ હવાલે કર્યા છે.

દેવાયત ખવાડ અને તેના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. શનિવારે આ ત્રણેય આરોપીઓને એ-ડીવીઝન પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડની અવધી આજે પૂરી થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે ત્રણેયને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો.

રવિરત્ન પાર્કમાં કાર પાર્કીંગના પ્રશ્ર્ને પટેલ પરિવાર અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે થયેલા ઝઘડાના કારણે વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા મયુરસિંહ સંપતસિંહ રાણા સાથે ઘર્ષણ થયું હતું. પટેલ પરિવાર અને રાણા પરિવાર વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન લંડન સ્થીત જય પટેલની સોશ્યલ મીડિયાના માધ્યમથી એન્ટ્રી થઇ હતી અને તેને વિદેશથી ઇન્સ્ટાગ્રામ દ્વારા બેફામ વાણી વિલાશ કર્યો હતો.

છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદના કારણે ઉશ્કેરાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ સર્વેશ્ર્વર ચોકમાં મયુરસિંહ સંપતસિંહ રાણા પર પાઇપ અને ધોકાથી ખૂની હુમલો કરી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

આરોપી દેવાયત ખવડ પોતાની મૂળી પંથકમાં આવેલી વાડીમાં આશરો લીધાનું જણાવી રહ્યો છે. જ્યારે તેના ડ્રાઇવર હરેશ ઉર્ફે કાના રબારીએ પણ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. ગુનામાં વપરાયેલી કાર, હથિયારો અને આરોપીઓના કપડા વગેરે પોલીસ કબ્જે કરી ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.