ધ્રાંગધ્રા ચેમ્પીયન હળવદની ટીમ રનર્સ અપ
કબડ્ડીને એશીયા ની રમત કહેવામાં આવે છે. મૂળ ભારતીય આ રમત નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં પણ ખૂબ રમાઈ છે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના વધતા હાલ જાપાન અને તાઈવાનમાં પણ ખૂબ પ્રચલિત બની છે. હાલ સમગ્ર દેશમાં વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદલ દ્વારા સંસ્કાર સપ્તાહનું આયોજન dહાથ ધરાયું છે જેના ભાગ રૂપે ગુજરાતનાં દરેક જિલ્લાઓમાં જુદી જુદી જગ્યાએ “અપની મિટ્ટી અપના ખેલ” થીમ સાથે કબડ્ડી સ્પર્ધા રમાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની આ સ્પર્ધા ધ્રાંગધ્રા આર્યસમાજ મંદિર ખાતે રમાઈ હતી જેમાં જિલ્લાનાં અલગ અલગ તાલુકાઓમાં થી કુલ 14 ટિમોએ ભાગ લીધો હતો.
ઉચ્ચ ક્ષમતાઓ સાથે બજરંગી યુવાનોએ ઉમદા રમત બતાવીને પોતાને ફાઇનલ સુધી પહોંચાડવા શ્રેષ્ઠ રમત બતાડી હતી પણ ખૂબ જ રસાકસી બાદ ધ્રાંગધ્રા અને હળવદ ની ટિમ ફાઇનલમાં પ્રવેશી હતી અને જેમાં ધ્રાંગધ્રાની ટિમ વિજેતા બની હતી. આ તકે ધ્રાંગધ્રા હળવદનાં ધારાસભ્ય તેમજ ધ્રાંગધ્રા શહેર ભાજપ સંગઠન ખાસ ઉપસ્થિત રહીને બજરંગ દલના યુવાનોનો જુસ્સો વધાર્યો હતો. ફાઇનલ વિજેતા, રનર્સ અપ ટિમ તેમજ બેસ્ટ ખેલાડીને એવોર્ડ અને ઇનામ વિતરણ કરીને બજરંગ દલ દ્વારા સૌ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.