વ્યાજ નહિ આપતા વ્યાજખોરો એ અવારનવાર બળાત્કાર ગુજાર્યા હોવાનો મહિલાનો આક્ષેપ
તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા ફરિયાદ નહિ લેવાના પીડિતાના ગંભીર આક્ષેપો
શહેરમાં વ્યાજખોરોને ખાખીનો જરા પણ ખોફ ના રહ્યો હોય તેમ બેફામ બન્યા છે ત્યારે ગઇકાલે નાનામવા રોડ પર જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી 37 વર્ષની મહિલા પર અજિતસિંહ ચાવડા સહિત 3 શખસે અગાઉ કોર્ટમાં કરેલી બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં ખુલ્લી છરી સાથે આતંક મચાવી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. જ્યારે પીડીતાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, વ્યાજખોરો ને વ્યાજ નહીં આપતા તેને તેના પર અવારનવાર બલાત્કાર પણ ગુજાર્યો હતો.
આ મામલે મહિલાએ મીડિયાને જણાવ્યું હતું કે મારા પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે અજિતસિંહ દિલુભા ચાવડા પાસેથી રૂા.50 હજારની રકમ વ્યાજે લીધી હતી. એ બાદ વ્યાજખોર અજિતસિંહ અવારનવાર મારી સોસાયટીમા પ્રસંગમાં આવતા અને પૈસાની ઉધરાણી કરતા હતા. દૈનિક એ લોકોને 1500 રૂપિયાનું વ્યાજ જોઈતું હતું ને જો વ્યાજ ન ચૂકવી શકીએ તો તેઓ મારી પર દુષ્કર્મ આચરતા હતા અને તેનો વીડિયો પણ ઉતારતા હતા.
વધુમાં જણાવ્યું હતું કે અજિતસિંહના સખત દબાણ અને ધમકી તેમજ અમાનુષી અત્યાચારથી અમે ત્રાસી ગયા હતા. તે બળજબરીથી મારી ઇચ્છા વિરુદ્ધ વ્યાજની રકમ ચૂકવવા પેટે મારા જ ઘરમાં મારી પર દુષ્કર્મ આચરતો હતો અને કહેતો ’જ્યાં સુધી શરીરસુખ માણવા મળશે ત્યાં સુધી વ્યાજ નહિ દેવું પડે અને મૂળ રકમ પણ કોઈ માગશે નહિ,’ અને મારા પતિને જેલમા ધકેલી દેવાની ધમકી આપતો હતો. મહિલાએ વધુમાં જણાવ્યું કહ્યું હતું કે તા.03-02-2022ના રોજ તે મને ચોટીલા લઇ ગયો હતો અને દબાણ વશ મને મંદિરમા લઇ જઇ મારી ઇચ્છા વિરુદ્ધ સેથો પૂરીને કહેલું કે તું માન કે ન માન, પણ મેં હવે તારી સાથે લગ્ન કરી લીધા છે.
હવે તારાથી મારા પર કાંઇ થઈ શકશે નહી’ એમ કહી બળજબરી કરી ચોટીલામાં હોટલમાં લઇ ગયો. ત્યાં અજિતસિંહ ચાવડાના નામે હોટેલમાં એન્ટ્રી કરાવી કહીને રૂમમાં માળા પર બળાત્કાર ગુજાર્યો હતો. અને ત્યાંથી મને દીવ લઈ જઈને ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે તેણીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસ દ્વારા તેની ફરિયાદ લેવામાં ન આવી હોવાના પણ તેને ગંભીર આક્ષેપો કર્યા હતા.જેથી તેને કોર્ટમાં કેસ કર્યો હતો. તે બળાત્કારનો કેસ લેવા માટે અજિત ચાવડાએ તેના પર છરી વડે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે મહિલાનું નિવેદન આગળની કાર્યવાહી હાથધરી છે.