શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો વિવાદ ઉગ્ર બન્યો છે. ફિલ્મમાં એક ગીતના પ્રદર્શન પર સંતોએ નારાજગી વ્યક્ત કરી હતી. અયોધ્યાના સંતોએ ભગવા માટે રેલી કાઢી. સંત સમાજે શાહરૂખ ખાન પર સનાતન વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. બોલીવુડ અને હોલીવુડ બંને સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે. સનાતન ધર્મની સંસ્કૃતિની મજાક ઉડાવવામાં શાહરૂખ ખાનની હંમેશા ભૂમિકા રહી છે આવા આક્ષેપ લોકો દ્વારા મુકવામાં આવી રહ્યા છે. લોકો દ્વારા ભગવા રંગને લઇ અનેક આક્ષેપો મુકવામાં આવી રહ્યા છે ત્યારે આ મુદ્દે જુનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ પ્રતિક્રિયા આપી હતી.
ઇન્દ્રભારતી બાપુએ સોશિયલ મીડિયા એક વીડિયો પોસ્ટ કરી આ ફિલ્મનો વિરોધ દર્શાવ્યો છે પઠાણ ફિલ્મના જે શાહરુખ ખાન ભગવા કપડાં પહેરી અને અશ્લીલ હરકતો કરે છે તેની સામે વિરોધ નોંધાવતો વિડિયો વાયરલ થઇ રહ્યો છે. ઇન્દ્રભારતી બાપુએ મરાઠી ભાષામાં મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે, આ બાબત, ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ભારત વિરોધી છે, જે યોગ્ય નથી.
ગઈકાલે રાજભા ગઢવીએ આ મુદ્દે દર્શાવ્યો હતો વિરોધ
રાજભા ગઢવીએ સોશિયલ મીડિયા એક વીડિયો પોસ્ટ કરી આ ફિલ્મનો વિરોધ દર્શાવતાં કહ્યું છે કે 75 વર્ષથી બોલીવુડ સનાતન પરંપરાને ખરાબ લગાડવા માટે જે કોશિશ થઈ રહી છે. હમણાં જે શાહરુખની પઠાણ ફિલ્મ આવે છે, એના ગીતનું જે રિલીઝ થયું છે એમાં દીપિકાએ ભગવું અને કંઈક પહેર્યું છે. ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ ન જ થવા દેવી જોઈએ. કંઈક ને કંઈક આપણી પરંપરા સાથે, સનાતન ધર્મ સાથે, હિન્દુત્વ સાથે ખરાબ કરવું એવું બોલિવૂડે નક્કી કરી લીધું છે. બધા ગુજરાતીઓ તૈયાર થઈ જાજો. ભગવા કપડાં પહેરાવી અશ્લીલ ડાન્સ કરી આપણી પરંપરા પર આવું કરતા આવ્યા છે એ આપણે સહન કરવાનું નથી. એ ફિલ્મ બિલકુલ રિલીઝ નહીં થાય અને નહીં થાય.