ગાંધીનગરમાં સિનિયર એન્વાયન્મેન્ટ એન્જિનિયર એ.વી.શાહની આવકના પ્રમાણે 3.57 કરોડની અપ્રમાણસરની મિલકત વસાવી: અમદાવાદ એસીબી દ્વારા તપાસ
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ના પૂર્વ સભ્ય સચિવ અને હાલ ગાંધીનગરમાં સીનીયર એન્વાયર્મેન્ટ એન્જીનીયર અનિલ વસંતલાલ શાહ પાસેથી રૂ.3.57 કરોડની અપ્રમાણસર મિલ્કતો લાંચ રૂશ્વત વિરોધી દળે શોધી કાઢી છે. એસીબીએ અનિલ વી. શાહ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ તથા આવકના પ્રમાણમાં વધુ સંપતિ એકત્રિત કરવા અંગે ગુનો નોંધીને કાદેસરની કાયેવાહી શરૂ કરી છે.વિગતો અનુસાર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પૂર્વ સભ્ય સચિવ અને હાલ ગાંધીનગરમાં સીનીયર એન્વાયર્ન્મેન્ટ એન્જીનીયર અનિલ વસંતલાલ શાહએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પગાર અને ભથ્થા ઈત્યાદી કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણિક રીતે કરોડો રૂપિયાની મિલ્કતો વસાવી હોવાની એક અરજી એસીબીને મળી હતી.
એસીબી દ્વારા એક ડીવાયએસપી, ત્રણ પીઆઈ અને એક પીએસઆઈ દ્વારા તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરી હતી.જેમાં સીબીઆઈની ગાઈડ લાઈન મુજબ અપ્રમાણસર મિલ્કતો શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી હતી. એસઆઈટીએ અનિલ શાહની ઓફિસમાંથી દસ્તાવેજો મેળવ્યા હતા, આ પછી બેંકના ખાતાઓ તેમના સંબધીઓના દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હતા. જે દસ્તાવેજોની નાણાંકીય સલાહકાર દ્વારા ફોરેન્સીક એકાઉન્ટીંગ કરી નાણાકીય વ્યવહારોની વિગતોનું વિશ્લેષણ કર્યું હતું.
બાદ તપાસ કરતા અનિલ શાહે તા.1-4-2005 થી તા.31-3-2020માં તેમની ફરજ સમયે રૂ.3.57 કરોડની અપ્રમાણિક મિલકતો વસાવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી તપાસ બાદ આજે ગુનો નોંધ્યો છે.અધિકારીએ વસાવેલી ભષ્ટ મિલકતો જેવી કે એસજી હાઈવે કારગીલ પાસે મહાલય બંગલો, અમદાવાદમાં દુકાન, કિસાન વિકાસ પત્રો, નેશનલ હાઈવે ઓથોરિટીના બોન્ડ, મ્યુચલ ફંડ, પોસ્ટમાં રીકરીંગ એકાઉન્ટમાં રોકાણ મળીને ફુલ રૂ.3.57 કરોડની મિલકતોનો સમાવેશ થાય છે.
એસીબીના અધિકારીના જણાવ્યા મુજબ છ માસથી ચાલી રહેલી તપાસમાં અનિલ શાહ સહકાર આપતા નથી અને તપાસની જાણ થતા દરેક જગ્યાએ રૂકાવટ કરતા હતા. આટલુ જ નહીં બેંકના લોકરો સહિતના મુદ્દે હજુ તપાસ બાકી હોવાનું જાણવા મળે છે.ઉકેખનીય છે કે,એસીંબી દ્વારા પાંચ સભ્યોની સીટ બનાવીને તપાસ ચાલુ કરી હતી.જેમાં એસીબી દ્વારા અનિલ શાહની ઓફિસમાં વોચ ગોઠવી હતી. જેના કેટલકા શંકાસ્પદ માણસોની અવર-જવર જણાતી હતી. આ પછી અનિલ શાહના બેંકના એકાઉન્ટની માહીતી મેળવી હતી. સાથો સાથ અનિલ શાહના તથા તેના પત્નીના વતનની માહિતી મેળવીને સરકારી રેકર્ડમાં કેટલી મિલકતો-જમીનો છે ખરીદી કરી છે તેની માહિતી એકત્ર કરી હતી. આમ છ માસ સુધી એકધારી તપાસના અંતે એસીબી અનિલ શાહની બેનામી મિલકતો શોધવામાં સફળ રહી હતી.બાદ ગુનો નોંધવામાં આવ્યો છે.