ઓરીથી થતા મૃત્યુમાં ગુજરાત બીજા ક્રમે: રાજ્યમાં ઓરીના 4183 શંકાસ્પદ કેસ, પૈકી 810 કેસ કન્ફર્મ
રાજ્યમાં 12 ડિસેમ્બરના સુધીમાં એક જ મહિનામાં ઓરીથી 9 બાળકોના શંકાસ્પદ મોત થયા છે.ઓરીથી થતા મૃત્યુમાં ગુજરાત બ્રિજા ક્રમે છે. રાજ્યમાં ઓરીના 4183 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 810 પુષ્ટિ થયેલા છે.
કોરોનાના સમયમા દરેક પ્રકારનાં ધંધા રોજગારથી માંડીને બાળકોની શાળાઓ પણ બંધ કરવાની ફરજ પડી હતી. એમાં પણ ખાસ કરીને બાળકોના રોગોની વાત કરવામાં આવે તો ઓરી, અછબડા નાની ઉંમરમાં જ જોવા મળે છે, તેને અટકાવવા અને સાવચેતી લેવા બાળકોને પહેલેથી જ વેક્સિન આપવામા આવતી હોય છે.
ધ એક્સેકુટિવ બોર્ડ ઓફ ધ ઇન્ડિયન એકેડમી ઑફ પિડીઆત્ટ્રીશિયનના સભ્ય બાળનિષ્ણાંત ડો ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગૂજરાત અને આપણા દેશમાં ઓરીના કારણે બાળકોને મૃત્યુદરમાં વધારો થવાના બે મુખ્ય કારણો છે એક તો કોરોનાનાં સમયે મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને ઓરીની વેક્સિન નહોતી અપાવી અને બીજુ કે બાળકો શાળામાં કે બગીચામાં જૂથમાં રહેવાથી ચેપનું પ્રમાણ વધ્યું છે વઘુમાં તેમણે ઉમેર્યુ હતુ કે રસીકરણ ન કરાયેલ બાળકોને ઓળખીને તેમનુ રસીકરણ કરવું એ જ ઓરીના પ્રકોપથી દેશમાં બાળકોને બચાવી શક્શે.
લોકસભા દ્વારા ગઈ કાલે આપવામાં આવેલા આંકડા પ્રમાણે 12 ડિસેમ્બરના રોજ ઓરીના શંકાસ્પદ 12 સંભવિત મૃત્યુ થયા છે. અને ઓરીના કારણે નોંધાયેલા મૃત્યુઆંકમાં દેશના છ રાજ્યોમાંથી ગુજરાતનો ક્રમ બીજો છે.મહારાષ્ટ્રમાં 13 મૃત્યુઆંક સાથે પ્રથમ ક્રમે,ત્યારે જારખંડ 8 મૃત્યુઆંક સાથે આઠમા, બિહાર 7 મૃત્યુઆંક સાથે ચોથા અને હરિયાણા 3 સંભવિત મૃત્યુઆંક સાથે પાંચમા ક્રમે છે.
જ્યારે મળતી માહીતી મુજબ જો વર્ષના માહીતીની વાત કરવમા આવે તો ગુજરાતમાં ઓરીના 1,650 કેસ છે, જે દેશમાં ત્રીજા ક્રમે છે. કેન્દ્રીય મંત્રાલય આરોગ્ય અને કુટુંબ કલ્યાણના મત મુજબ ગૂજરાત એ ચાર રાજયોમાંથી એક છે કે જ્યાં ઓરીના કેસોમાં ધરખમ વધારો થયો છે. ગુજરાતમાં 15 ડિસેમ્બર સુધીમાં 4,183 શંકાસ્પદ અને 810 લેબ-પુષ્ટિવાળા કેસ છે. આ સાથે દેશના બીજા રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ઝારખંડ અને કરેલા પણ ઓરીના પ્રકોપ સામે લડી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 3,075 અને ઝારખંડમાં 2,683 કેસો નોંધાયેલા છે. આ સંખ્યામાં લેબોરેટરી-પુષ્ટિ થયેલા કેસો અને રોગચાળા સાથે જોડાયેલા કેસો બંનેનો સમાવેશ થાય છે.
શુક્રવારે લોકસભામાં કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઉલ્લેખ કર્યો હતો કે, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત અને કેરળના અમુક જિલ્લાઓના કેસોમાં ઉછાળાની નોંધ લેતા, મંત્રાલયે સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાજ્યોને તકનીકી સહાય પૂરી પાડવા માટે જાહેર આરોગ્ય નિષ્ણાતો, બાળરોગ ચિકિત્સકો અને માઇક્રોબાયોલોજીસ્ટનો સમાવેશ કરતી બહુ-શિસ્ત કેન્દ્રીય ટીમો તૈનાત કરી,
કેન્દ્રીય ટીમોએ રોગની દેખરેખની પ્રવૃત્તિને મજબૂત કરવાની, ઓરી-સમાવતી રસીઓ સાથે રોગપ્રતિરક્ષા વધારવા અને કેસોની સમયસર તપાસ અને ક્લિનિકલ મેનેજમેન્ટ દ્વારા કેસ મેનેજમેન્ટમાં સુધારો કરવાની જરૂરિયાતની નોંધ લીધી. તેમજ કેસોની સંખ્યા સ્થિર થઈ રહી છે. 19 ડિસેમ્બરથી, રાજ્યવ્યાપી ડ્રાઇવ શરૂ કરવામાં આવશે જ્યાં ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલા (એમએમઆર) માટે રસી વગરના બાળકોને રસી અને રસી સ્થળ પર જ આપવામાં આવશે, રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.