ડિપ્રેશન નબળુ પડયું: વાદળોનું આવરણ હટતાની સાથે જ કડકડતી ઠંડીનો દોર શરૂ થશે
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્ર, મઘ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે ડિપ્રેશન નબળુ પડશે આકાશમાંથી વાદળોનું આવરણ હટતાની સાથે જ આવતીકાલથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનું જોર વધશે આ વર્ષે ઠંડી ભલે મોડી શરુ થઇ હોય પરંતુ શિયાળો ફેબ્રુઆરી અંત સુધી ચાલશે આજે પણ રાજયના છુટા છવાયા વિસ્તારોમાં માવઠાની આગાહી આપવામાં આવી છે.
આજે પણ રાજયના મોટાભાગના શહેરોમાં લધુતમ તાપમાનનો પારો ઉંચો રહેવા પામ્યો હતો. અમદાવાદનું તાપમાન 20.1 ડિગ્રી, અમરેલીનું તાપમાન 20.7 ડિગ્રી, બરોડાનું તાપમાન 21.4 ડિગ્રી, ભુજનું તાપમાન 17.6 ડિગ્રી, ડિસાનું તાપમાન 22.6 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 22.2 ડિગ્રી, જુનાગઢનું તાપમાન 21.6 ડિગ્રી, કંડલાનું તાપમાન 19.2 ડિગ્રી, નલીયાનું તાપમાન 16 ડિગ્રી, ઓખાનું તાપમાન 23.4 ડિગ્રી અને રાજકોટનું તાપમાન 21.6 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું.આવતીકાલથી શિયાળાની જમાવટ કરશે. ઠંડીના જોરમાં ક્રમશ: વધારો થશે ડિસેમ્બરના અંતથી કડકડતી ઠંડીનો દૌર શરુ થશે.