ઉનાળામાં 10,304 સભ્યોની સંખ્યા હતી જે હાલ માત્ર 2,821 જ
શિયાળાની ઠંડીના કારણે રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત અલગ-અલગ સ્વિમીંગ પુલમાં તરવૈયાઓની સંખ્યામાં 75 ટકા સુધીનો તોતીંગ ઘટાડો નોંધાયો છે. અલગ-અલગ 6 સ્વિમીંગ પુલમાં હાલ માત્ર 2,821 સભ્યો રહ્યાં છે. કોર્પોરેશનને આવક પણ ઘટાડો નોંધાયો છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોર્પોરેશનના અલગ-અલગ સ્વિમીંગ પુલમાં સભ્યોની સંખ્યા 10,304એ પહોંચી જવા પામી હતી.
શિયાળામાં આ સંખ્યામાં ઘટીને 2,821 આવી જવા પામી છે. સાધુ વાસવાણી રોડ પરના સ્વિમીંગ પુલમાં 342 સભ્યો, રેસકોર્ષ સ્વિમીંગ પુલમાં 498 સભ્યો, કાલાવડ રોડ સ્વિમીંગ પુલમાં 1076 સભ્યો, કોઠારિયા રોડ સ્વિમીંગ પુલના બે યુનિટમાં અનુક્રમે 34 અને 592 સભ્યો જ્યારે પેડક રોડ સ્વિમીંગ પુલમાં 279 સભ્યોએ હાલ ફી ભરી છે. દર વખતે શિયાળામાં સ્વિમીંગ પુલમાં સભ્યોની સંખ્યા ઘટી જતી હોય છે. આ વર્ષે 75 ટકા જેવો ઘટાડો નોંધાયો છે.