રણજીમા ડેબ્યુ કરી બેવડી ફટકારનાર જય ગોહેલ સૌરાષ્ટ્રનો પ્રથમ ખેલાડી બન્યો
ચોથા દિવસની રમતની શરૂઆતમાં હજુ પણ આસામની ટીમ સૌરાષ્ટ્ર થી 91 રન પાછળ
હાલ રણજી ટ્રોફી ની મેચો વિવિધ રાજ્યો વચ્ચે રમાઈ રહી છે ત્યારે ગુહાટી ખાતે સૌરાષ્ટ્ર અને આસામ વચ્ચે મેચ રમાઈ રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ ઈનિંગમાં 492 રન ફટકાર્યા હતા જેમાં જય ગોહેલે બેવડી સદી ફટકારી હતી. જય ગોહેલ એ રણજી ના ડેબ્યૂ મેચમાં જ બેવડી ફટકારી સૌરાષ્ટ્રનો પ્રથમ ખેલાડી બન્યો છે એટલું જ નહીં ભારતનો 16 મો ખેલાડી તરીકે પણ તે પ્રસ્થાપિત થયો છે. ચોથા દિવસના અંતે આસામની ટીમ હજુ સૌરાષ્ટ્રથી 91 રન પાછળ.
સૌરાષ્ટ્રના જય ગોહિલે કારકિર્દીની સૌપ્રથમ ફર્સ્ટ ક્લાસ ઈનિંગમાં જ 227 રન ફટકારતા રેકોર્ડબુકમાં સ્થાન મેળવ્યું હતુ. આ સાથે કારકિર્દીની સૌપ્રથમ મેચ બેવડી સદી નોંધાવનારો તે સૌરાષ્ટ્રનો સૌપ્રથમ ક્રિકેટર બન્યો હતો. આસામના 286ના જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગમાં 492નો સ્કોર કર્યો હતો. જયે 177 રનથી તેની ઈનિંગ આગળ ધપાવી હતી અને 246 બોલમાં 32 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 227 રન નોંધાવ્યા હતા.
પાર્થ ભુત એક રન માટે અડધી સદી ચૂક્યો હતો અને 49 રને પરાગનો શિકાર બન્યો હતો. જવાબમાં ત્રીજા દિવસના અંતે આસામે બીજી ઈનિંગમાં એક વિકેટે 115 રન કર્યા હતા. જેમાં આસામ તરફથી કે.સાઇકિયા 55 રને રમી રહ્યો છે. સૌરાષ્ટ્ર તરફથી સર્વાધિક 5 વિકેટ ચેતન સાકરીયાએ લીધી હતી. જ્યારે પ્રેરક માંકડે 2 વિકેટ લીધી હતી.