સાંજનો સમય વધારાયો પરંતુ સાંજે તો હોસ્પિટલમાં તાળા
તબીબ-સરકારના પત્ર વહેવારમાં દર્દીઓને થયા ધરમના ધક્કા
રાજ્ય સરકાર દ્વારા દર્દીનારાયણની મુશ્કેલીઓ ઘટાડવા અને સારવાર વધુમાં વધુ સમય સુધી મળી રહે તે માટે ઓક્ટોબર માસમાં એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં તેમને જણાવ્યું હતું કે રાજ્યની તમામ સિવિલ એટલે કે સરકારી હોસ્પિટલમાં ઓપીડી નો સમય જે સોમવાર થી શનિવાર સુધી સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો હતો તેને સોમવાર થી શનિવાર સાથે રવિવારે પણ ઓપીડી શરૂ કરી 9 વાગ્યાથી 1 સુધી કરી દેવામાં આવ્યો હતો
જ્યારે સાંજ નો સમય સોમવારથી શુક્રવાર સુધી 4 થી 6 સુધી નો હતો તેને સોમવારથી શનિવાર સુધી 4 થી 8 નો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પરિપત્ર બહાર પડતા ની સાથે જ મેડિકલ સ્ટાફ દ્વારા સરકારને સ્ટાફ વધારવા માટે સામે પત્ર લખવામાં આવ્યો હતો જેથી આજ સુધી તે સમયે વધારાના પરિપત્રની અમલવારી કરવામાં આવી રહી નથી જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓને ધર્મના ધક્કા ખાવા પડે છે.
માહિતી અનુસાર રાજ્ય સરકારે 16/09 ના પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં જે સમય હતો તે સમયમાં ઘણો મોટો ફેરફાર કર્યો હતો જેથી બહારગામથી આવતા તમામ દર્દીઓને વધુમાં વધુ સમય સુધી સારવાર મળી રહે તેઓ પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં રવિવારે પણ ઓપીડી શરૂ રાખવામાં આવી હતી. પરંતુ પરિપત્ર બહાર થતાં જ મેડિકલ સ્ટાફ દ્વારા તેનો વિરોધ કરી સરકારને સામે પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેને સ્ટાફ વધારવા માટે જણાવ્યું હતું કારણ કે મેડિકલ સ્ટાફ ઓછો હોવાથી લોકોને સારવાર માટે ડોક્ટરો ઉપલબ્ધ થઈ શકે તેમ ન હતા.
પરંતુ પહેલેથી જ તો સોમ થી શુક સુધી 4 થી 6 નો સમય રાખવામાં આવ્યો હતો હાલ તો તેનું પણ પાલન મેડિકલ સ્ટાફ દ્વારા કરવામાં આવતું નથી જાણે બપોર પછી સિવિલ હોસ્પિટલને તાળા જ લાગી ગયા હોય તેમ જોવા મળે છે સાંજે સારવાર માટે આવતા દર્દીઓને ડોક્ટરો દ્વારા માત્ર ધક્કા જ ખવડાવવામાં આવે છે અને કોઈપણ સમયસર સારવાર દેવામાં આવતી નથી જ્યારે અમુક વિભાગોમાં તો સાંજ પડી અને જ તાળા લાગી જાય છે જાણે ત્યાં બપોર પછી રજા જેવો માહોલ હોય.જેથી તે દિશામાં પણ જો તંત્ર તપાસ કરે તો વધુ દર્દીઓને સારવાર મળી રહે.
સ્ટાફ વધારવા માટે સરકારને પત્ર લખવામાં આવ્યો છે :તબીબી અધિક્ષક
સમય વધારવાના પરિપત્ર મામલે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જ્યારે સરકારે સમય વધારવાનો પરિપત્ર સમગ્ર રાજ્યમાં બહાર પાડ્યો ત્યારે તેની અમલભરી કરવા માટે તમામ સ્ટાફને સૂચના આપી દેવામાં આવી હતી પરંતુ સ્ટાફની અછત હોવાના કારણે ડોક્ટરોની ટીમ દ્વારા સરકારને સ્ટાફ વધારવા માટે પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ આ મામલે હજુ સરકાર વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મેડિકલ સ્ટાફ અને સરકારના પત્ર વ્યવહારથી દર્દીઓને ધક્કા ખાવા પડે છે.
પરિપત્ર પહેલાનો સમય
જુનો સમય નવો સમય
સોમવાર થી શનિવાર સોમવારથી રવિવાર
9 થી 1 9 થી 1
સોમવારથી શુક્રવાર સોમવારથી શનિવાર
4 થી 6 4 થી 8