‘અબતક’ની મુલાકાતે લેખક વિપુલભાઇ પરમારે આપી કાર્યક્રમની વિગતો
સૌરાષ્ટ્રના નારી રત્નોનું સન્માન સાથે પુસ્તક વિમોચન ના બેવડા અવસર માટેનો શ્રેય પીરામીડ પબ્લીકેશનને જશે ‘અબતક’ની મુલાકાતે આવેલા લેખક વિપુલભાઇ પરમારે નારી રત્ન એવોર્ડ અને પુસ્તક વિમોચનના કાર્યક્રમની વિગતો આપી જણાવેલ કે પિરામિડ પબ્લિકેશન દ્વારા સતત 10 વર્ષોથી સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસકાર થકી સશકત સમાજના નિર્માણ અર્થે વિવિધ બહુપયોગી વિષયો આધારીત પુસ્તકો પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે.
વર્ષ 2022માં સૌ પ્રથમ ‘પિતા – પુરૂષાર્થના પ્રણેતા’ પુસ્તકના પ્રકાશન, વિમોચન અને વાંચકો તરફથી ભવ્ય પ્રતિસાદ બાદ વર્ષાતે એટલે કે તા. 17 ડિસેમ્બર 2022 ને શનિવારે સાંજે 6 કલાકે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, કોટેચા સર્કલ, રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના નારીરત્નોને એવોર્ડ એનાયત સમારંભ તેમ જ પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.
આ કાર્યક્રમ અંંતગત જીવનના સઘર્ષમય તબકકમાંથી પ્રેરણાત્મક સફળતા મેળવનાર સમાજના પ્રતિષ્ઠીત નારીરત્નોના સાહસ, હિંમત અને સામાજીક યોગદાનનો શાબ્દિક બહુમાન રુપે પ્રશાશિત કરતા ‘નારી શકિત રૂપેણ સસ્થિતા’ પુસ્તકનું વિમોચન કરાશે. તેમજ પિરામીડ પબ્લિકેશન દ્વારા સ્ત્રી સશકિતકરણ માટે વધુને વધુ મહિલાઓને પ્રોત્સાહન આપવાના આ અવસરના આંગણે નારી ‘શકિત’ ને વંદન કરીને આપણી વચ્ચે ઉ5સ્થિત તમામ 36 નારી રત્નોનોનું એવોર્ડ એનાયત કરીને બહુમાન કરીશું.
કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે રાજકોટ મ્યુનિ. કમિશ્નર અમિતભાઇ અરોરા, અતિથિ વિશેષ તરીકે ડો. ભાવનાબેન જોશીપુરા (એડવોકેટ, રાજકોટના પ્રથમ મહિલા મેયર), કાંતાબેન પટેલ (પ્રમુખ – સમર્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ), પરસોતમભાઇ ફળદુ (મેનેજીંગ ટ્રસ્ટી, ફિલ્મ માર્શલ ગોવાણી ક્ધયા છાત્રાલય), ડો. જે.એમ. પનારા (કેમ્પસ ડાયરેકટર ફિલ્મ માર્શલ ગોવાણી ક્ધયા છાત્રાલય), નરેન્દ્રભાઇ ઝીબા (જનરલ મેનેજર ફુલછાબ), ની પ્રેરક ઉ5સ્થિતિમાં હિંગળાજ શકિતપીઠ (કાળાપર ચોટીલા) ના પુજારી પુ.ગુરુમાં નિલમબેન ગોસ્વામી આશીવચન પાઠવશે.
આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોમાં કૌશિકભાઇ મહેતા (પૂર્વ તંત્રી ફુલછાબ), જયેશભાઇ ઉપાઘ્યાય (બોલબાલા ટ્રસ્ટ), નલીનભાઇ ઝવેરી, ડો. રમેશભાઇ કાછડીયા, પ્રતાપભાઇ પટેલ, સત્યેન્દ્ર તિવારી, ગૌતમ દવે, તેમજ ડો. ફાલ્ગુની મજીઠીયા પ્રોત્સાહન પુરુ પાડશે. સમગ્ર કાયક્રમનું સંચાલન નટવરલાલ આહલપરા સંભાળશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગી તરીકે યશવંતભાઇ ગોસ્વામી, મૌલિકભાઇ જોષી, રાજ જગતસિંહ, નિખિલ ભાવસાર, જયેશભાઇ પરમાર, જીગર મકવાણા, એ.બી. ઠકકર, સચિનભાઇ, મિતેશભાઇ પીઠવા સહીતનાએ જહેમત ઉઠાવી છે.
તા.17મી ડિસેમ્બર 2022 ને શનિવારને સાંજે 6 કલાકે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ કોટેચા સર્કલ, રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના નારી રત્નોને એવોર્ડ એનાયત તેમજ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જોડાવવા માટે પિરામિડ પબ્લીકેશનના લેખક સંચાલક વિપુલભાઇ શાંતિલાલ પરમાર (મો.નં. 98983 56573) નો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.