સેકન્ડ લાઇફ રીક્રીએશન દ્વારા સૌ પ્રથમવાર બુઝુગો માટે 31 ડીસે.ની પાર્ટી
મોજમજા અને આનંદની ઉજવણી માત્ર યુવાનો જ કરી શકે ? સીનીયર સીટીજનો આનંદ કેમ ન કરી શકે રાજકોટમાં 3પ0 થી વધુ સભ્ય સંખ્યા સુધી ટુંકાગાળામાં જ પહોયેલી સેક્ધડ લાઇફ રીફીએશન સંસ્થા દ્વારા સૌ પ્રથમ વાર બુઝુર્ગો માટે 31 ડીસે. ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
‘અબતક’ ની મુલાકાતે આવેલા યાજ્ઞાબેન કાપડીયા અને ચંદ્રીકાબેન પટેલે જણવેલ કે સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે સિનીયર સિટીઝન્સ એટલે બિચારા કે નિરાધાર વડીલો પરતું આજના સમયમાં તે માન્યતા હવે સેક્ધડ લાઇફ રીક્રીએશન કલબ દ્વારા દુર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતના સિનીયર સિટીઝન્સ માટે લઇને આવ્યા ‘સેક્ધડ લાઇફ રીક્રીએશન કલબ અને કાઉન્સીલીંગ સેન્ટર’ જેમાં પિકનીક એન્ડ ્રટ્રેકીંગ, ગેમ્સ વીથ ફન, મુવીઝ અને થિયેટર, જુના ગીતોના કાર્યક્રમો જેવી અવનવી એકિટવીટીઝની સાથે તેમની સમસ્યાઓનું એકસપર્ટ દ્વારા કાઉન્સેલીંગ યાજ્ઞાબેન કાપડીયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવશે.
આ સેક્ધડ રીક્રીએશન કલબ અને કાઉન્સેલીંગ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર ગુજરાતમાંથી મેમ્બરશીપ માટે સીનીયર સીટીઝન્સ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ટુંક સમયમાં કલબ દ્વારા 31મી ડીસે-2022 ની પાર્ટી આયોજન રાજકોટમાં સૌ પ્રથમવાર કરવામાં આવી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં અન્ય જિલ્લાઓમાં પણ પાર્ટી પિકનીક સહિત અન્ય એકટીવિટીઝનું આયોજન કરવામાં આવનાર છે.
કલબનું મેનેજમેન્ટ ચલાવનાર યાજ્ઞા કાપડીયા સખી વન સ્ટોપ સેન્ટરમાં એડમિનિસ્ટ્રેટર, મહિલા અને બાળ વિભાગ સંચાલીત નારી સરક્ષણ ગૃહમાં ડે. મેનેજર સ્પેશ્યલ ગર્લ્સ ફોર હોમ રાજકોટમાં કેસ વર્કર તરીકે કામ કરી ચૂકયા છે.
નેશનલ એઇડસ કંટ્રોલ સોસાયટીમાં પણ કાઉન્સેલર તરીકે કામ કરી રહ્યા છે. તેમજ ભૂતકાળમાં પણ અનેક સીનીયર સિટીઝન્સ માટે પિકનીક એન્ડ ટ્રેકીંગ ગેમ્સ વીથ ફનની અનેક એકિટવીટી કરી રહ્યા હતા.