ગોવિંદ બાગ પાસે આઠ કરોડના ખર્ચે નવી લાયબ્રેરી અને કબીર-વન બગીચા પાસે રૂ.79 લાખના ખર્ચે બનનારા આરોગ્ય કેન્દ્રનું કામ પુરજોશમાં: મ્યુનિ.કમિશનરે કરી સાઇટ વિઝીટ
કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.6માં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આરોગ્ય કેન્દ્ર અને લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ બંને સ્થળની મુલાકાત લઇ ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી.
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી શહેરના વોર્ડ નં.-06 માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બની રહેલ નવી લાઈબ્રેરી તથા કબીર વન મેઈન રોડ કબીર વન બગીચા પાસે આવેલ જુના આરોગ્ય કેન્દ્ર અને તેની બાજુની વોટર વર્કસની ઓફીસ ઙીસ્મેન્ટલ કરી નવું આરોગ્ય કેન્દ્ર બનાવવાનું જે કામ ચાલી રહ્યું છે તે સાઈટની મુલાકાત લીધી હતી. મ્યુનિ. કમિશનરએ આ બંને સાઈટની મુલાકાત લઈ ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તથા કાર્ય સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, સિટી એન્જિનિયર પરેશ અઢીયા, પી.એ. (ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે, ડેપ્યુટી ઇજનેર બોલાણીયા, નાયબ પર્યા. ઇજનેર પ્રજેશ સોલંકી તેમજ સંબંધિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદબાગ શાક માર્કેટ પાસે આશરે રૂ.8 કરોડના ખર્ચે બની રહેલ નવી લાઈબ્રેરીથી કનક નગર, ગઢીયાનગર, સંજયનગર, મહેશનગર, રાજારામ સોસા. ન્યુ શક્તિ સોસા. ભોજલરામ સોસા, બ્રાહ્મણીયાપરા, શ્રી રણછોડનગર, આર્યનગર, કૈલાશધારા સોસા., આકાશદીપ સોસા, ગોકુલનગર, આંબાવાળી કબીરવન સોસા. ભાગ-1, કબીરવન સોસા. ભાગ-2, સદગુરૂ રણછોડ નગર, શક્તિ કો.ઓ.હાઉસીંગ સોસા. સિલ્વર નેસ્ટ, રણછોડ નગર, નારાયણ નગર, રઘુવીર પાર્ક, અલકાપાર્ક, ગાંધીસ્મૃતિ-1, ગાંધીસ્મૃતિ-2, મારૂતીનગર, સેટેલાઈટ સોસા. વિગેરે વિસ્તારોને લાભ મળશે.
ગ્રાઉન્ડ ફ્લોર:
- પાર્કિંગ
- સિક્યુરિટી રૂમ
- લીફ્ટ અને સીડી
- જનરલ ટોઇલેટ
- લગેજ રૂમ
- ડેકોરેટીવ પ્લાન્ટેશન
- જનરેટર-ઇલેક્ટ્રિક પેનલ રૂમ
- શુ રેક
સેકન્ડ ફ્લોર:- (મહિલાઓ માટે)
- બુક સ્ટોરેજ એરિયા
- જનરલ રીડીંગ એરિયા અને બોક્ષ્ ટાઈપ રીડીંગ- રાઈટિંગ યુનીટ
થર્ડ ફ્લોર:- (ભાઈઓ માટે)
- કોન્ફરન્સ રૂમ વિથ પ્રોજેક્ટર વિથ પોડિયમ ટેબલ્સ ચેર્સ અને સ્ક્રીન
- બુક સ્ટોરેજ એરિયા (વોલ માઉન્ટેડ અને રેક ટાઈપ)
- જનરલ રીડીંગ એરિયા અને બો* ટાઈપ રીડીંગઅને રાઈટિંગ યુનીટ
લાઈબ્રેરીમાં હશે આવી સુવિધાઓ
ફર્સ્ટ ફ્લોર:
- રીસેપ્શન કાઉન્ટર એરિયા
- વોટર ફાઉન્ટેન અને માં સરસ્વતી મૂર્તિ
- લાઈબ્રેરિયન ઓફીસ વિથ એટેચ્ડ ટોઇલેટ
- સ્ટાફ રૂમ વિથ એટેચ્ડ ટોઇલેટ
- લેડીસ અને જેન્ટ્સ ટોઇલેટ યુનીટ
- સ્ટોરેજ રૂમ
- કિડ્ઝ પ્લે એરિયા ( ટોય સ્ટોરેજ, બુક સ્ટોરેજ, મેઈન કાઉન્ટર, આકર્ષક ટ્રી, ટોય ટ્રેન)
- આસી. લાઈબ્રેરિયન ઓફીસ
- મીટીંગ રૂમ વિથ સ્માર્ટ ટીવી.
- રીડીંગ અને સોરેજ એરિયા
- ડેકોરેટીવ બ્રિક પાર્ટીશન વોલ
- ન્યુઝ પેપર અને મેગેઝીન રીડીંગ એરિયા વિથ હેન્ગીંગ લાઈટ્સ
- મેગેઝીન ડિસ્પ્લે યુનીટ
- મલ્ટી મીડિયારૂમ વિથ વાઇફાઇ કનેક્ટીવીટી વિથ કોમ્પ્યુટર
- સીડી ડીવીડી ડિસ્પ્લે યુનીટ
- કિયોસ્ક
કોમન ફેસેલીટી:
- તમામ ફ્લોર પર ફાયર સેફ્ટી વિથ વોટર સ્પ્રીંકલરનું પ્રોવિઝન
- લીફ્ટની સુવિધા
- સ્મોક ડિટેકટર
- જનરેટર
- સેન્ટ્રલી એર કંડીશનર
- આકર્ષક લાઈટ્સ અને પંખાઓ
- સેન્સર ટાઈપ સ્લાઈડિંગ ગ્લાસ ડોર
- આર્ટ વર્ક
- આઉટ ડોર ગેલેરી રીડીંગ એરિયા
- સીસીટીવી કેમેરા
- વાઇફાઇ સુવિધા
- વોટર પ્યુરીફાયર અને વોટર કુલર
નવા આરોગ્ય કેન્દ્રમાં આવી હશે સુવિધાઓ
કબીર વન બગીચા પાસે આશરે રૂ. 79 લાખના ખર્ચે બની રહેલ નવું આરોગ્ય કેન્દ્ર કનક નગર, ગઢીયાનગર, સંજયનગર, મહેશનગર, રાજારામ સોસા. ન્યુ શક્તિ સોસા. ભોજલરામ સોસા, બ્રાહ્મણીયાપરા, શ્રીરણછોડનગર, આર્યનગર, કૈલાશધારા સોસા., આકાશદીપ સોસા, ગોકુલનગર, આંબાવાડી, કબીરવન સોસા. ભાગ-1, કબીરવન સોસા. ભાગ-2, સદગુરુ રણછોડ નગર, શક્તિ કો.ઓ.હાઉસીંગ સોસા. સિલ્વર નેસ્ત, મયુરનગર, બાલકૃષ્ણ સોસા., મનહરપરા, સીતારામ નગર અંબિકા સોસા વિગેરે વિસ્તારોનાં નાગરિકોને ઉપયોગી બનશે.
ગ્રાઉન્ડ ફ્લોર:
- રીસેપ્શન એરિયા આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓ માટે કેઈસ કઢાવવા માટે ટેબલ આશરે 40 થી 50 લોકોમાટે વેઇટિંગ એરિયા બેસવાની વ્યવસ્થા તથા વોટર કુલર અને પ્યુરીફાયર માટેની વ્યવસ્થા
- દર્દીઓને તપાસવા માટે એટેચ્ડ ટોઇલેટ સાથે મેડીકલ ઓફિસર માટે ક્ધસલ્ટિંગ રૂમ.
- મહિલાઓ માટે ઓ.પી.ડી. રૂમ અને કોપર-ટી બેડની વ્યવસ્થા સાથેનો નર્સિંગ રૂમ.
- દર્દીઓ માટે લેડીસ અને જેન્ટ્સ ટોઇલેટસની તેમજ રોગ નિદાન માટે સેમ્પલ કલેક્શન માટે ની અલગ અલગ વ્યવસ્થા
- ભવિષ્ય માટે લીફ્ટનું પ્રોવિઝન રાખેલ છે.
- એટેચ્ડ ટોઇલેટ સાથેનો વેક્સીનેશન રૂમની વ્યવસ્થા.
- દર્દીઓનાં રોગોના નિદાન માટે અલગ અલગ નમૂનાના પરી*ણ માટે લેબોરેટરી રૂમની વ્યવસ્થા.
- આરોગ્યને લાગત જુદા જુદા સાધન સામગ્રી અને દવાઓ રાખવા માટે સ્ટોર રૂમની વ્યવસ્થા.
- પાર્કિંગ એરિયા અને આરોગ્ય કેન્દ્રમાં જવાની એન્ટ્રી.
- દિવ્યાંગ દર્દીઓ માટે રેમ્પની સુવિધા.
ફર્સ્ટ ફ્લોર:
- સ્ત્રીઓને લગતા રોગોની ચકાસણી અને સારવાર અર્થે નો ગાયનેક રૂમ.
- આર.બી.એસ.કે.(રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) રૂમ બાળકોના સર્વાંગી વિકાસ માટે તથા સ્વાસ્થ્ય સુધારણા માટેની યોજના અંતર્ગત રૂમ.
- કોન્ફરન્સ રૂમ, આરોગ્ય સ્ટાફને લગત મીટીંગ માટે મેડીકલ રૂમ સાથેનો કોન્ફરન્સ રૂમ.
- પીડીયાટ્રીશિયન રૂમ, બાળકોને તપાસવા માટેના ડોક્ટરનો એટેચ્ડ ટોઇલેટ સાથે નો ક્ધસલ્ટિંગ રૂમ.
- આશરે 40 થી 50 લોકોમાટે વેઇટિંગ એરિયા બેસવાની વ્યવસ્થા.
- સ્ત્રીઓને લગતા રોગોની ચકાસણી અને સારવાર અર્થે નો ગાયનેક રૂમ.
- આર.બી.એસ.કે.(રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) રૂમ બાળકોના સર્વાંગી વિકાસ માટે તથા સ્વાસ્થ્ય સુધારણા માટેની યોજના અંતર્ગત રૂમ.
- કોન્ફરન્સ રૂમ, આરોગ્ય સ્ટાફને લગત મીટીંગ માટે મેડીકલ રૂમ સાથેનો કોન્ફરન્સ રૂમ.
- પીડીયાટ્રીશિયન રૂમ, બાળકોને તપાસવા માટેના ડોક્ટરનો એટેચ્ડ ટોઇલેટ સાથે નો ક્ધસલ્ટિંગ રૂમ.
- આશરે 40 થી 50 લોકોમાટે વેઇટિંગ એરિયા બેસવાની વ્યવસ્થા.