વરણાંગી ચરણાટ હવેલીથી પ્રહલાદ પ્લોટ, દિગ્વિજય રોડ, સ્વામિનારાયણ મંદિર થઈ ફરી હવેલીએ પહોંચશે: ઠેર-ઠેર પુષ્પવર્ષાથી થશે સ્વાગત-સન્માન
જગતગુરુ પરમદયાલ વલ્લભાચાર્યના નંદનંદન પ્રભુચરણ ગુસાંઇજી પરમદયાલનાં મંગલ પ્રાગટય દિન માગશર વદ-9 ને શનિવારે વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ગોવિંદરાયજી મહારાજના સર્વાઅઘ્યક્ષ સ્થાને તથા ર્ગૌસ્વામી મધુસુદનલાલજી (શ્રી રૂચીરબાવાશ્રી) ના અઘ્યક્ષ સ્થાને વિશાળ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા – વરણાંગી 17મી શનિવારે સાંજે પ કલાકે બગી, સ્કુટર સ્વારો, કેશીયો પાર્ટી, કિર્તન મંડળી, રાસ મંડળી તથા વૈષ્ણવી પરીવેશમાં હજારો વૈષ્ણવ ભાઇ-બહેનો જોડાઇ ચરણાટ હવેલી, રપ- પ્રહલાદ પ્લોટથી પ્રસ્થાન થઇ દિગ્વીજય રોડ, કિશોરસિંહજી રોડ, કરણપરા ચોક, પ્રહલાદ રોડ, રાજશ્રી ટોકીઝ, ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિર પાસેથી, પેલેસ રોડ થી કિશોરસિંહજી રોડ ત્યાંથી દિગ્વીજય રોડ થઇ ચરણાટ હવેલી પહોચશે. રસ્તામાં ઠેર ઠેર પુષ્પવૃષ્ઠિ થશે તેમજ સ્વાગત સમાન થશે. આ શોભાયાત્રાને સફળ બનાવવા અરવિંદભાઇ પાટડીયા, મેહુલ ભગત (ધર્મપ્રચારક) રાજેશભાઇ ઉનડકટ, નીતીનભાઇ ફીચડીયા, કલ્પેશભાઇ વાગડીયા, હેમંતભાઇ નડીયાપરા, મહેશભાઇ નડીયાપરા વિગેરે ભારે જહેમત ઉઠાવી છે.