સોશિયલ મીડિયા આજે લોકો માટે અભિશાપ બની રહ્યું છે લોકો પોતાના અંગત વિખવાદને ઈન્ટરનેટના મધ્યમથી બદલા લેતા થઈ ગયા છે. ઈન્ટરનેટના અતિશય ઉપયોગના કારણે અનેક ચોકાવનારી ઘટના આપની સામે આવતી હોય છે તેમાં હમણાં થોડા દિવસો પહેલા જ રાજકોટના એક માહિલા પોલીસ કર્મચારીનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવામાં આવ્યું હતું.
મહિલા પોલીસ મથકના પીઆઈ ભાર્ગવ ઝનકાતનું કોઈએ ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. ફેક એકાઉન્ટ બનાવનાર દ્વારા ૯ પોસ્ટ પણ કરવામાં આવી હતી. તે ફેક એકાઉન્ટ હજુ સુધી છે જેમાં ૦ પોસ્ટ, ૧૦૯ ફોલોઅર્સ અને ૧૯૦ ફોલોઈંગ પણ છે. પીઆઈ ભાગર્વ દ્વારા જે પોતાના ઈન્સ્ટાગ્રામ BIO માં જે લખવામાં આવ્યું છે તેવું જ ફેક IDમાં પણ લખવામાં આવ્યું છે.
તે ફેક એકાઉન્ટ દ્વારા લોકોને મેસેજ કરીને પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. મેસેજ કરીને લખ્યું હતું કે શું તમે મારા એકાઉન્ટમાં તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી શકો છો. કોઈએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી મેસેજ કરીને પૈસાની માંગણી કરી હતી તેના દ્વારા પીઆઇ ભાર્ગવ ઝનકાતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી હતી. સાયબર ક્રાઇમ માં ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.
ત્યારે થોડા દિવસ પહેલા થયેલી ઘટના જેવીજ ઘટના આજે ફરી એકવાર ઘટી છે. જેમાં આજ રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભ કથીરિયાનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવાયું છે. અને તે અકાઉન્ટ દ્વારા પીએન લોકો પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે .ત્યારે ડો. વલ્લભ કથીરિયાએ આ અકાઉન્ટ ફેક હોવાથી આમાં કોઈ પણ પ્રકારના વ્યવહાર ન કરવા જણાવ્યુ હતું સોશિયલ મીડિયા થકી આજે લોકો આરામ થી ફોન ના મધ્યમથી ઘણું બધુ કૃ શકે છે જેના અનેક ફાયદાઓ પીએન છે સાથે જ તેના ગેરફાયદાઓ પણ ઊભા થઈ રહ્યા છે આવીજ ઘટનાઓનો ભોગ અનેક લોકો બનતા હોય છે જેમાં ડો. વલ્લભ કથીરિયા પણ તેનો શિકાર બન્યા છે.