સાબરકાંઠા જિલ્લા ખાણ અને ખનીજ વિભાગના છુપા આશીર્વાદ હોય તેમ ખનન કારો બેફામ બની બિનધિકૃત રીતે તંત્રની પરવાનગી વગર રેતીનું ખનન કરી ટ્રેક્ટરો અને ડમ્પરો મારફતે દિવસ રાત રેતી તેમજ માટીની મસ મોટી ચોરી કરી રહ્યા છે ત્યારે ઈડર નગરપાલિકા વિસ્તારમાં ઈડરિયા ગઢની તળેટીમાં આવેલ ઘાંટી રોડ પર ડુંગરની તળેટી માંથી રાત્રીના સમયે તંત્રની જાણ બહાર કેટલાક ટ્રેક્ટરો અને જે.સી.બી મશીન મારફતે બિનધિકૃત પાસ અને પરવાનગી વગર ઘાંટીનો ડુંગર કોતરી હજારો ટન રેતીનું ખનન કરવામાં આવ્યું છે

ત્યારે આ ખનન કરવામાં આવેલી રેતી ઈડર ગઢની તળેટીમાં આવેલી શાળા નં.4માં નાખવામાં આવી હતી ત્યારે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે કોન્ટ્રાકટર ઉપર જીલ્લા ખાન અને ખનીજ વિભાગના ચાર હાથ અને છુપા આશીર્વાદ હોય તેવી રીતે આ કોન્ટ્રાકટર દ્વારા બિન્દાસ કોઈ પાસ અને પરવાનગી વગર ખનન કામ કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે પરવાનગી વગર માટી કોને અને કેવીરીતે કાઢી અને આ બાબતે નગરપાલિકા દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું.

ખનન માટે કોઈ પરવાનગી અપાઈ નથી: ચીફ ઓફીસર

ઈડર નગરપાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે અબતકના પ્રતિનિધિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા ઘાટી વિસ્તારમાં કરવામાં આવેલ માટી ખનન બાબતે કોઈજ પરવાનગી આપવામાં આવી નથી અને અમે આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.