150 વર્ષ જુની સંસ્થાની થશે કાયાપલટ: નીચેના ભાગે પ્રાર્થના હોલ અને ડાયનીંગ હોલ, ઉપરના બે માળ સુધી વિઘાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા: પૂર્વ તરફના વિભાગની અંદર એક મોટો હોલ જેનો સમાજમાં ઉજવાતા ઉત્સવોમાં અઘ્યયન હોલ તરીકે કરાશે ઉપયોગ
પરમ શ્રઘ્ધેય ધીરજમુનિ મહારાજના અનુગ્રહ અને શુભાશિષથી ‘ત્રિભુવન ભૂવન’ ગોંડલ રોડ, માલવિયા ચોક, રાજકોટ મુકામે મહાવીર ભવન અને જૈન બોડીંગ નૂતન સંકુલનું નિર્માણ કાર્યનો તા.13 ડિસેમ્બરને મંગળવારના રોજ સવારે 10 કલાકે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જૈન જૈનેતર મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહ્યાં હતા.
આ સંસ્થા 1પ0 વર્ષ જુની છે. આ સંસ્થાનું ખાતમુહુર્ત રાજકોટના પ્રાત: સ્મરણીય સર લાખાજીરાજ ઠાકોર સાહેબે કરેલું ત્યારથી આજ દિન સુધી સમગ્ર જૈન સમાજના વિઘાર્થીઓ માટે આ એક ઉતમ સંસ્થા બની રહી છે. જુના મકાનો સમયાનુસાર થોડા નુકશાન પામ્યા છે. આ બધુ લોડ બેરીંગ કરી શકાય એવું બાધકામ હતું. તેવી હાલના ટ્રસ્ટીઓને
વિચાર આવ્યો કે આ સંસ્થાને જો જીવંત રાખવી હોય તો વધારે સુવિધાજન વધારે આદર્શ બનાવવી ઘડેપૂજય ધીરજમુનિ મહારાજના આ સંસ્થાને આશીવાદ મળ્યા એવી આ છાત્રાલયનું નવું મકાન સાકાર થવા જઇ રહ્યું છે.
અત્યાધુનિક સગવડતાઓ નિર્માણ પામશે: મહેન્દ્ર મહેતા પ્રમુખ જૈન બોડીંગ
113 વર્ષ જુની આ જૈન બોડીંગના પ્રમુખ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઇ મહેતાએ ‘અબતક’ ને જણાવ્યું હતું કે ધીરજમુની મહારાજના આશિર્વાદથી આ કાર્ય શરુ કરાયું છે.
ઇશ્ર્વરભાઇ દોશીની લાગણી હતી કે આ બોડીંગનું બીલ્ડીંગ નવું થાય બનનાર આ બોડીંગમાં નીચે પ્રાર્થના હોલ અને ડાયનીંગ હોલ છે અને ઉપર બે માળ સુધી વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા કરાઇ છે.
પૂર્વ તરફના વિભાગની અંદર એક મોટો હોલ અઘ્યયન ખંડ તરીકે નિર્માણ પાહશે. જેનો સમાજમાં ઉજવાતા ઉત્સવો ઉપયોગ કરી શકાશે.
નવ માસની અંદર કામ પૂર્ણ કરાશે સુરેશભાઇ સંઘવી (આર્કિટેક)
આર્કિટેક વ્યવસાય સાથે જૈન બોડીંગ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે જવાબદાર સંભાળી રહેલા સુરેશભાઇ સંઘવીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ જૈન બોડીંગ નૂતન સંકુલનું નિર્માણ કાર્ય આજથી જ આરંભી દેવામાં આવેલ છે. અને લગભગ નવ માસ જેટલા ટુંકા સમયમાં જ આ કાર્ય પૂર્ણ કરવાની અમારી ઇચ્છા અને આયોજન છે. આ સંસ્થામાં આર્કિટેક તરીકે મને જે સેવા કરવાનો મોકો મળ્યો છે તેનું મને ગૌરવ છે.