આવતીકાલથી શરૂ થતી બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ ઉપર સૌની મીટ !!!
હાલ વિશ્વ કપ પૂર્ણ થયા બાદ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે દરેક ટીમ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે ત્યારે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચશે કે કેમ તે અંગે અનેક તર્ક વીતર કો સામે આવી રહ્યા છે હાલ ભારત પાસે છ ટેસ્ટ મેચ રમવાના બાકી છે અને આવતીકાલથી બાંગ્લાદેશ ટેસ્ટ સીરીઝ પણ શરૂ થઈ રહી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ભારત છ ટેસ્ટ મેચ જીતી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરે. હાલની સ્થિતિને ધ્યાને લેતા પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માંથી બહાર થઈ ગયું છે ત્યારે તેનો ફાયદો ભારતની તેમને સૌથી વધુ મળે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે.
પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ભારતે ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચ રમવાની છે. આવતીકાલથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. ભારત માટે આગામી 6 ટેસ્ટ મેચ જીતવી ફરજિયાત છે અને જો આ છ ટેસ્ટ મેચ માંથી એક ટેસ્ટમાં પણ ભારત હારે તો તે ફાઇનલ માંથી બહાર થઈ જશે. જુન 2023 માં લંડન ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમાશે.
આવતી કાલથી શરૂ થતી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત રોહિત શર્માની સાથો-સાથ જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે ત્યારે જોવાનું એ રહ્યું કે ઇન્ડિયા ટેસ્ટ શ્રેણી જીતી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખે. આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના લેટેસ્ટ પોઇન્ટ ટેબલ પર નજર નાખીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમ 75 ટકા જીત સાથે પ્રથમ ક્રમ પર છે. તેના પછી 60 ટકા જીત સાથે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાન પર છે. ત્રીજા નંબરના સ્થાન પર શ્રીલંકાની ટીમનો કબજો છે અને તેની જીતની ટકાવારી 53.33 ટકાની છે. તેના પછી ચોથા ક્રમ પર ટીમ ઈન્ડિયાનું સ્થાન છે અને તેની જીતની ટકાવારી 52.08 ટકાની છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવા માટે સકારાત્મક રમત રમવી પડશે : કે.એલ રાહુલ
બાંગ્લાદેશ ટેસ્ટ સીરીઝ પૂર્વે પત્રકારો સાથે વાતચીત કરતા ભારતીય ટેસ્ટ ટીમના સુકાની કે એલ રાહુલે જણાવ્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે સકારાત્મક રમત રમવી આવશ્યક છે અને આક્રમકતા પણ દાખવી પડશે. જણાવ્યું હતું કે રોહિત શર્મા બુમરા જેવા ખેલાડીઓની અન ઉપસ્થિતિમાં ભારતીય ટીમ એ સૂઝભુજ ની સાથો સાથ આક્રમકતા અને સકારાત્મકતા પણ દાખવી એટલી જ જરૂરી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ના પોઇન્ટ ટેબલમાં ભારત ચોથા ક્રમ ઉપર છે. રાહુલે જણાવ્યું હતું કે ટેસ્ટ મેચમાં દરેક ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપે એ જ જરૂરી અને મહત્વનું છે. લા તબક્કે ટેસ્ટ સીરીઝની રમત ઘણાખરા અંશે બદલાય છે જેને ભારતીય ટીમના સુકાની કેર રાહુલે પણ આવકારી હતી.
બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં સૂર્યકુમાર યાદવ અને શુભમન ગીલને મળશે પ્રમોશન
બીસીસીઆઈ ના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ટેસ્ટ ખેલાડી અજિંગ કે રાહડે અને ઈશાંત શર્માને જાકારો આપવામાં આવે તો નવાઈ નહીં અને સામે સૂર્યકૂમારી યાદવ અને શુભ મનને પણ હવે પ્રમોશન આપવામાં આવશે તેવી સ્પષ્ટતા થઈ રહી છે. તુજ નહીં હાર્દિક પંડ્યા કે જે ટી ટ્વેન્ટી માટે સુકાની તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે તેને ગ્રુપ સી માંથી બાદ કરી ગ્રુપ બી માં લેવામાં આવશે અને આ અંગે નો નિર્ણય વિડીયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી મીટીંગમાં લેવાયો હોવાનું પણ સામે આવ્યું છે.
બીસીસીઆઈના એ પ્લસ કોન્ટ્રેકટમાં ખેલાડીઓને સાત કરોડ રૂપિયા આપવામાં આવે છે તો ગ્રુપ એમાં પાંચ કરોડ ગ્રુપ બી માં ત્રણ કરોડ અને ગ્રુપ સીમા 1 કરોડ રૂપિયા અપાય છે. અરે ઈશાન કિશાન કે જે રીતે પોતાની આક્રમક રમત રમી સિલેક્ટરોને ભરોસામાં લીધા છે તેને પણ હવે લિસ્ટમાં સમાવવામાં આવશે.