રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીનું જોર અચાનક ઘટી ગયું છે. રાજકોટમાં એક જ દિવસમાં તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી નીચે પટકાયો છે. સવારના સમયે થોડી ઠંડીનો અહેસાસ થયો હતો.
દિવસ દરમિયાન પંખા ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ રહી હતી.
રાજકોટનું લધુતમ તાપમાન ગઇકાલે 14.7 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. એક જ દિવસમાં શહેરના લધુતમ તાપમાનમાં ચાર ડિગ્રી ઉંચકાયું છે. આજે રાજકોટનું લધુતમ તાપમાન 18.7 ડીગ્રીએ પહોંચી જતા શહેરમાં જાણે ઠંડી ગાયબ થઇ ગઇ હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા અને પવનની સરેરાશ ઝડપ 10 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
જુનાગઢમાં પણ લધુતમ તાપમાનનો પારો 19.3 ડિગ્રીએ પહોંચી જવા પામ્યો હતો.
આ વર્ષ શિયાળો બરાબર જમાવટ કરતો નથી. એકાદ સપ્તાહ પૂર્વ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો દરમિયાન છેલ્લા ઘણા સમયથી પારો સતત ઉંચકાય રહ્યો છે.
જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના રાજયોમાં બરફ વર્ષા થઇ રહી છે. જેના કારણે આગામી દિવસોમાં રાજયમાં ઠંડીનું જોર વધે તેવી સંભાવના પણ રહેલી છે.
છેલ્લા બે દિવસથી ઠંડી જાણે ગાયબ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.