2030માં આશરે 80 ટકા સુધી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને 30 ટકા સુધી ફોર વ્હીલર ભારતની સડકો પર દોડતા હશે
ભારત સહિત સમગ્ર દુનિયાનું વાતાવરણ વાહનોથી નીકળતા ધુમાડા ના કારણે પ્રદુષિત થઈ ગયું છે.આ પ્રદૂષણ રોકવા માટેના સમગ્ર વિશ્વભરમાં પ્રયાસો ચાલી રહ્યા છે.લોકોમાં પણ નહિવત પ્રદુષણ કરતા ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનો એક પ્રકારે નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.માર્કેટમાં સૌથી સારું,સસ્તું અને વધારે રેન્જ વાળા ઇલેક્ટ્રીક વાહનો લોકોને આપવાની કંપનીઓમાં હોડ જામી છે. ઇલેક્ટ્રોનિક વાહનોનું માર્કેટ દિન પ્રતિ દિન વધતું જાય છે લોકો પેટ્રોલ ડીઝલ વાહનો કરતા ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદવા પર ભાર મૂકી રહ્યા છે.
કંપનીઓ પણ પોતાના ટુવીલ અને ફોરવીલ ઇલેક્ટ્રીક વાહનોમાં ખૂબ આધુનિક ફીચર્સ આપી રહ્યા છે જેવા કે ઇ બાઈકમાં અલગ અલગ પ્રકારના મોડ્સ,ટચ સ્ક્રીન ડિસ્પ્લે,મેપ્સ,રાઇડિંગ સ્ટાઇલ વગેરે.એક અંદાજ પ્રમાણે 2030માં આશરે 80 ટકા સુધી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને 30 ટકા સુધી ફોર વ્હીલર ભારતની સડકો પર દોડતા હશે. ફોર વહીલની વાત કરીએ તો ટાટા,એમજી,હ્યુન્ડાઇ વગેરે જેવી જાણીતી કંપનીઓ પોતાની અવનવી કાર સાથે માર્કેટમાં આવી ગઈ છે.લોન્ગ રેન્જ મળે એ પ્રકારની કારની માંગ હાલ વધુ છે. પેટ્રોલ બાઇક હોય કે કાર હોય તેની સરખામણીએ બેટરી એટલે કે ઈલેક્ટ્રીક કાર અથવા બાઈક પ્રમાણમાં ઘણી જ સસ્તી પડે છે પરંતુ ઈલેક્ટ્રીક વાહનો અમુક રેન્જ સુધી જ જઈ શકતા હોય છે ત્યારબાદ તેને ફરીથી ચાર્જ કરવા પડે છે. ચાર્જિંગ સ્ટેશન વિશે વાત કરીએ તો જેમ જેમ ઇલેક્ટ્રીક વાહનો નું પ્રમાણ માર્કેટમાં વધતું જાય છે તેમ તેમ ચાર્જિંગ સ્ટેશન ઉપર ઉભા થવા પામ્યા છે અલગ અલગ પ્રકારના વાહનો માટે અલગ અલગ પ્રકારના ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવતા હોય છે.
હાલ જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક વ્હીકલની બજારમાં માંગ વધારે છે : પ્રણવ સોલંકી
ઇન્ડિયા સાથેની થયેલી ખાસ વાતચીતમાં પ્રણાવભાઈએ જણાવ્યું હતું કે અમારી કંપનીની કાર બીજી કંપનીની કાર કરતા ફીચર્સ રેન્જ ચાર્જિંગ કેપેસિટી વગેરે બાબતોમાં જુદી પડે છે. હાલ જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક વહીકલની બજારમાં માંગ વધારે છે
અમે આશરે 40 જેટલી કાર એક મહિનામાં વહેંચીએ છીએ પેટ્રોલ કે ડીઝલ કાર કરતા હૈ એવી કાર ખૂબ જ પડે છે એક કિલોમીટર કાર ચલાવવા માટેનો ખર્ચ 80 પૈસા જેટલો આવે છે અમુક વખતે બેટરી બ્લાસ્ટ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં બેટરી નું તાપમાન વધારે હોવાના કારણે સામે આવતા હોય છે પાણીથી ક્ષતિ થવાની વાત કરીએ તો અમારી કારમાં વોટર વેન્ડિંગ કેપેસિટી 300 ળળ સુધીની છે.
શા માટે ઇલેક્ટ્રોનિક વાહનોની ખરીદીમાં લોકો ખચકાટ અનુભવે છે?
લોકોમાં હજુ ક્યાંક મન માં ભય છે કે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાનો,બેટરી બ્લાસ્ટ થવાનો,લોન્ગ રૂટ પર જઈએ ત્યારે બેટરી ચાર્જ કેમ કરવી,?ઇલેક્ટ્રિક વાહન છે તો પાણીથી કોઈ ક્ષતિ થવાની સંભાવના છે કે કેમ?,એ બધા પ્રશ્નોના ઉત્તર જોઈએ તો જેમ જેમ ઇલેક્ટ્રિક વાહનો રસ્તા પર દોડતા થાય છે
તેમ તેમ ચારજીંગ સ્ટેશન પણ વિકસવા મંડ્યા છે,બેટરી આશરે 70 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે તો એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે બેટરી નું તાપમાન જેટલું નીચું રહે એટલું વધુ સારું,હાલના ઇલેક્ટ્રિક વાહનોમાં સારી વોટર વેન્ડિંગ કેપેસિટી આપવામાં આવે છે જેથી તે અમુક હદ સુધી પાણીમાં ચાલે તો પણ કોઈ ક્ષતિ થતી નથી .
અમારી કંપની લીથીયમ-આયન બેટરીનો ઉપયોગ કરે છે : જીજ્ઞેશભાઈ
અબતક સાથે થયેલ વાતચીતમાં જીજ્ઞેશભાઈ કહે છે કે અમારી કંપની પ્રીમિયમ ઇ બાઇક સેગમેન્ટમાં કામ કરે છે.અમારી ઇ બાઈકમાં અલગ અલગ પ્રકારના મોડ્સ,ટચ સ્ક્રીન ડિસ્પ્લે,મેપ્સ,રાઇડિંગ સ્ટાઇલ વગેરે જેવા પ્રીમિયમ ફીચર્સ છે. રીમુવેબલ બેટરી
આપવામાં આવતી નથી કારણ કે રીમુવેબલ બેટરીથી બેટરી લાઇફ અને સ્કૂટર પર ખરાબ અસર પડે છે.સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક વ્હીકલ ખરીદવા પર સબસીડી પણ આપવામાં આવે છે જે અમારા ટુ-વ્હીલર માં આશરે 20,000 જેટલી આપે છે.અમારી કંપની લીથીયમ-આયન બેટરીનો ઉપયોગ કરે છે જે સારામાં સારી કહેવાય.પેટ્રોલ સ્કૂટર કરતા ઇ-બાઈક ઘણું સસ્તું પડે છે,ઇ બાઇક 1 કિલોમીટર ચલાવવા માટે માત્ર 36 પૈસાનો ખર્ચ કરવો પડે છે.
ચાર્જિંગ સ્ટેશનના ડેવલોપમેન્ટ માટે લોકોમાં જાગૃતતાની ખૂબ જરૂરિયાત છે : વિરલ સાવલિયા
અબતક સાથે થયેલા સંવાદમાં વિરલભાઈ સાવલિયા જણાવે છે કે ચાર્જિંગ સ્ટેશનના ડેવલોપમેન્ટ માટે લોકોમાં જાગૃતતાની ખૂબ જરૂરિયાત છે લોકો હજુ એટલા જાગૃત નથી કે તે સમજી શકે કે ચાર્જીગ સ્ટેશન આવક નું સાધન પણ બની શકે છે.ચાર્જીગ સ્ટેશન વિકસાવવા ખૂબ મોટા રોકાણની જરૂરિયાત રહેતી નથી. રેસ્ટોરન્ટ,કાફે,રિઝોર્ટ,હાઇ-વે,પેટ્રોલ પંપ વગેરે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ચાર્જીગ સ્ટેશન વિકસાવી શકાય છે.આશરે 2.50 લાખના રોકાણથી ચાર્જીગ સ્ટેશનનું રોકાણ શરૂ થાય છે જે 15 લાખ સુધી ના રોકાણ સુધી હોય છે.જગ્યા પ્રમાણે અલગ અલગ ચાર્જર લગાવી શકાય છે.
વાહનોની ચાર્જિંગ કેપેસિટી પ્રમાણે ચાર્જર વાપરવા જોઈએ : પાર્થ સભાયા
અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પાર્થભાઈ સભાયા જણાવે છે કે માર્કેટમાં ઘણા અલગ અલગ કેપેસિટીના ચાર્જર આવે છે જેમકે ભારત ઉઈ 001,અઈ સ્લો ચાર્જર,ઉઈ ફાસ્ટ ચાર્જર 30,60,120,140 કિલોવોટ વગેરે માર્કેટ માં ઉપલબ્ધ છે.અલગ અલગ વાહનો માટે અલગ અલગ ચાર્જર વપરાય છે જેમકે ટૂવહિલ માટે ભારત ઉઈ 001,અઈ સ્લો ચાર્જર, ફોર વહિલ માટે 30 અને 60 કિલોવોટ,મોટા વાહનો જેમકે બસ માટે 120 કે 140 કિલોવોટ ચાર્જરનો ઉપયોગ થાય છે.