મોટાભાગના લોકોને સવારે મોડા ઉઠવાની આદત હોય છે. મોડા ઉઠવાથી શરીર પર ખરાબ અસર પડે છે. તેનાથી હૉર્મોન અસંતુલિત બની જાય છે અને મગજ પર પણ ખરાબ પ્રભાવ પડે છે. આ ઉપરાંત પણે સવારે મોડા ઉઠવાના કેટલાય નુકશાન છે. જાણો, દરરોજ મોડા ઉઠવાની તમારી આદત સ્વાસ્થ્યને કેવી રીતે હાનિ પહોંચાડે છે? – સવારે મોડા સુધી સૂઇ રહેવાથી મગજમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધવા લાગે છે અને સ્વભાવમાં ચિડચિડયાપણું આવી જાય છે. એવામાં વ્યક્તિ દરેક ક્ષણ તણાવમાં રહે છે અને ધીમે-ધીમે ડિપ્રેશનનો શિકાર બની જાય છે. – મોડા સુધી સૂઇ રહેવાને કારણે મગજ પર ઘણો પ્રભાવ પડે છે અને તેનાથી યાદશક્તિ નબળી થવા લાગે છે. – દરરોજ મોડા ઉઠવાની સીધી અસર હાર્ટ પર પડે છે અને તેનાથી હૃદય સંબંધિત બીમારી થવાનું જોખમ વધી જાય છે. – વધારે આરામ કરવાથી માંસપેશિઓ પર ખરાબ અસર પડે છે. તેવી જ રીતે જ્યારે આપણે સવારે મોડે સુધી સૂઇ રહીએ છીએ ત્યારે કમરના દુખાવાની સમસ્યા તથા અકડાઇ જવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. – જે લોકો વધારે સમય સુધી સૂઇ રહે છે અને સવારે મોડા ઉઠે છે તે લોકો શરીરના જાડાપણાની સમસ્યાથી ઘેરાઇ જાય છે. વધારે સમય પડ્યા રહેવાથી શરીરની કેલેરી બર્ન થતી નથી જેના કારણે વજન વધવા લાગે છે.
Trending
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન