રાતે સુવાનું કોને ન ગમે પરંતુ ઘણા દેશો એવા છે જ્યાંના લોકો રાતે સુઇ શકતા નથી. દુનિયાના ઘણા દેશો એવા છે. જ્યાંના લોક રાતે સુઇ શકતા નથી. કારણ કે અહીં સુર્ય અસ્ત જ થતો નથી તેથી રાત થતી નથી. આજ સુધી તમે ઘણા અજીબો ગરીબ કિસ્સાઓ કહાનીઓમાં સાંભળ્યા હશે આજે અમે તમને એવો જ શહેર વિશે જણાવીશું જે પોતાની પહેચાન રાખે છે. એમાંથી ઘણા દેશો એવા છે જ્યાં સુર્ય ઉગે છે પરંતુ આથમ તો નથી તો ચાલો જાણીએ આવા દેશો વિશે……
નોર્વેએ ઘણો જ સુંદર દેશ છે. આ એક એવો દેશ છે જે ચારે બાજુ પહાડોની ઘેરાયેલો છે. પરંતુ આ સુંદર આરબ દેશમાં વર્ષના ૭૬ દિવસ સુધી સુરજ ડુબતો નથી. અહીં મેં થી લઇને જુલાઇ મહિના સુધી સુરજ ન ડુબવાના લીધે તેને ‘લેંડ ઓફ ધ મીડ નાઇટ સન’ પણ કહેવામાં આવે છે.
કનાડાએ દુનિયાનું બીજુ સૌથી શહેર છે. અહીંના ઉત્તર-પશ્ર્ચિમ ભાગમાં ગર્મીના મોસમમાં ૫૦ દિવસ સુધી સુરજ ડુબતો નથી.
અલાસ્કા દેશ પોતાની સુંદર ગ્લેશીપરના કારણે ઘણુ જ પ્રસિધ્ધ છે. અહીં મે થી લઇને જુલાઇ સુધી સુરજ ડુબતો નથી. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે અલાસ્કામાં એક એવું જ પીઝ્ઝા પેલેસ છે. જે પ્લેનથી લોકોને પીજુઝા ડિલિવર કરે છે.
આઇસલેન્ડ યુરોપનું સૌથી મોટું આઇલેન્ડ અહીં મે થી લઇને જુલાઇ સુધી સુરજ ડુબતો નથી. સાથે જ આઇસલેન્ડમાં ઘણા ઝરણા છે.
ફિનલેન્ડમાં મે થી જુલાઇ સુધી સુરજ ડુબતો નથી અહીં ગરમીના કારણે સુરજ ન ડુબવાને કારણે ઘરમાંથી નીકળવું મુશ્કેલ બને છે. ફિનલેન્ડની જનસંખ્યા લગભગ ૫૫ લાખ છે. અહીં ૧ વર્ગ કિલોમીટરમાં ૧૮ વ્યક્તિ રહે છે. જે યુરોપીયન યુનીયનમાં સૌથી ઓછા છે.