વ્યક્તિ નહિં ભાગ્ય છે બળવાન?
દ્વારકા જિલ્લાની બંને બેઠક ખંભાળિયા તથા દ્વારકામાં હરિફો વચ્ચે કાંટે કી ટક્કર હતી. પબુભા માણેક આ વખતે વિજય થશે. આ વાત એકપણ વ્યક્તિ સ્વિકારવા તૈયાર ન હતા. આ સાથે મુળુભાઇ બેરાને પણ બીજા કે ત્રીજા ક્રમે માનવામાં આવતા હતા. મતગણન દરમ્યાન આમ આદમીના ઉમેદવાર ઇશુદાન ગઢવી દસેક રાઉન્ડ સુધી આગળ રહેતા હતા. કોંગ્રેસના વિક્રમ માડમ પણ ત્રીજા-ચોથા રાઉન્ડ દરમ્યાન મુળુભાઇથી આગળ રહેતા હતા. દસમાં રાઉન્ડ સુધી ભાજપ ટેન્શનમાં હતું.
પરંતુ બારમાં રાઉન્ડથી મુળુભાઇ આગળ નિકળ્યા પછી અવિરત આગળ રહ્યા અને આમ આદમી પાર્ટીની એડીચોંટીની મહેનત તથા મુખ્યમંત્રીના ચહેરો ઇશુદાન ગઢવી જેવા સ્પર્ધકથી પણ અવિરત આગળ રહ્યા હતાં.
પબુભા માણેક અત્યાર સુધીમાં આઠ વખત અવિરત વિજેતા થયા છે. કોંગ્રેસમાં પણ સ્થીર ધારાસભ્ય માનવામાં આવતા હતા અને હવે ભાજપમાં પણ સ્થીર ધારાસભ્ય માનવામાં આવે છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ બંને તેઓની વોટ બેંકના સહારક હોવા છતા પબુભા વિજેતા થયાએ ચમત્કાર નહિં તો બીજું શું?
મુળુભાઇ અત્યાર સુધી છ વખત વિજેતા થવામાં સૌભાગી પુરવાર થયા છે. વચ્ચેના પ્રિયડમાં તેઓ વિજેતા ન હતા એ સમય દરમ્યાન તેઓને વિવિધ વિભાગના ચેરમેન બનાવવામાં આવ્યા હતાં. રાજકારણના પ્રવેશ સાથે તેઓ મિનિસ્ટર બન્યા બાદ અત્યાર સુધીની તેઓની ત્રણ દાયકાની કારકિર્દીમાં હમેંશા સત્તામાં રહ્યાં છે. આ મુજબ આવા જીવંત દ્રષ્ટાંતોનો અભ્યાસનો સરેરાશ સાર એ જ છે. રાજનીતીનાં અવડા સવડી ચાલથી આગળ પ્રબળ રાજયોગ આ મહાનુભાવોનો કામ કરી રહ્યો છે.