જશાપરથી 6 કિ.મી.ના અંતરે સતાપર ગો વર્ષો પૂર્વે મહિયાર પરિવારનો વસવાટ હતો શા પોપટભાઈ ઝીણાભાઈ મહિયાર (પોપટબાપા)એ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ તે સતાપરમાં મોમાઈ માતાના ઉપાસક માંડાઆતાની વિનંતિથી પૂ. ધીરગૂરૂદેવ ગૌશાળામાં પધારતા ઉમંગ છવાયો હતો. જૈન સંઘવતી માંડાઆતાનું સન્માન કરવામાં આવેલ અમરાઆતાએ સાંજે જશાપર ખાતે ગુરૂદેવના દર્શનાદિનો લાભ લઈ સેવા સંકુલની મુલાકાત લઈને રાજીપો પ્રગટ કર્યો હતો. સંકુલના ટ્રસ્ટી જેઠાનંદાણીયા, પાલા ગાગલીયા, અતુલ ભાદરકા, વગેરે વિહારમાં જોડાયા હતા.
ઉપાશ્રય નવનિર્માણ શિલાન્યાસ વિધિ
લાલપુર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં 82 વર્ષ જૂના ઉપાશ્રયના નવનિર્માણના ભૂમિપૂજન સમારોહ તા.12.12.22ને સોમવારે સવારે 10.30 કલાકે યોજાયેલ છે.
આ પ્રસંગે રજનીભાઈ બાવીસી, શૈલેષભાઈ વિરાણી (લંડન), પ્રશાંત વોરા, રંજનબેન જયસુખલાલ પટેલ (દારેસલામવાળા) ઉપસ્થિત રહેશે. વીરચંદ મીઠાલાલ મહેતા પરિવાર દ્વારા સંપૂર્ણ ઉપાશ્રયના નવનિર્માણનો લાભ લેવામાં આવેલ છે. ભૂમિપૂજન બાદ સ્વામી વાત્સલ્ય રાખેલ છે. કાર્યક્રફમને સફળ બનાવવા સંઘ, મહિલા મંડળ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.