મેષ રાશિફળ (Aries):
આજે અભ્યાસ અને અધ્યાત્મમાં રુચિ વધવાની સંભાવના છે. વિવાદપૂર્ણ બાબતોનો અંત આવશે. આજે કોઈને ઉધાર આપવાનું ટાળો. નહીં તો તે પરત મળવાની સંભાવના નહિવત્ છે. તમારા માતા-પિતા અને ગુરુની સેવા અને આદર કરો. જે તમને દરેક ક્ષેત્રમાં લાભ આપશે. પરિવારમાં કોઈ શુભ કાર્યના આયોજન અંગે ચર્ચા થશે.
વૃષભ રાશિફળ (Taurus):
આજે આ રાશિના લોકો આજે કોઈ કારણોસર ચિંતિત અને પરેશાન રહેશે. કેટલીક સમસ્યાઓ વાસ્તવિક હશે. આજે સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં વિરોધીઓની ભીડ તમારી સામે આવી શકે છે. તમે ફક્ત તમારી હિંમત અને બુદ્ધિથી આ લોકોને હરાવી શકો છો. આજનો સમય ઝડપથી આગળ વધવાનો છે. તમારી અનપેક્ષિત પ્રગતિ જોઈને દરેક જણ આશ્ચર્યચકિત થઈ જશે. તમે પણ તમારી સિદ્ધિઓ જોઈ શકો છો.
મિથુન રાશિફળ (Gemini):
આજે તમારે કોઈ વિશેષ પ્રકારની ભાગદોડ કરવી પડશે. પરંતુ તેના પરિણામો પણ ફાયદાકારક રહેશે. તમારું કાર્ય ઉત્સાહથી પૂર્ણ કરો. જો તમે નોકરીમાં હોવ તો પણ આજે તમને લાભ મળવાની સંભાવના છે. પરિવારમાં પણ સુખ-શાંતિ રહેશે. આજે તમને દરેકનો પ્રેમ અને સ્નેહ મળશે. ખરીદી અને વેચાણના મામલે લાભ થશે. આજે તમને દિવસ દરમિયાન સારા સમાચાર મળશે. મિત્રો સાથે રમૂજ વધશે.
કર્ક રાશિફળ (Cancer):
આજે આ રાશિના લોકો આજે ધંધાને લઈને ખાસ ચિંતિત રહેશે. જેનું કારણ એ છે કે છેલ્લાં ઘણાં દિવસોથી તમારો વ્યવસાય નિયમિત રહ્યો નથી. પરંતુ ધ્યાનમાં રાખો કે અસ્વસ્થ થવાની જગ્યાએ જો તમે વ્યવસાયની સમસ્યા ઉકેલવાનો કોઈ માર્ગ શોધવાનો પ્રયાસ કરો છો તો તે તમારા માટે સારું રહેશે. આજે પ્રયાસ બાદ તમને પરેશાનીઓમાંથી થોડી રાહત મળશે. ધીમે ધીમે હવે તમારું નસીબ પણ તમને ટેકો આપશે. તમને જણાવી દઇએ કે આજે તમને વધતી આર્થિક મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળશે.
સિંહ રાશિફળ (Leo):
આજે પરિવારમાં સારા સમાચાર મળશે. પરંતુ કાર્ય-વ્યવસાયના ક્ષેત્રમાં આવતી સમસ્યાઓ તમારા પર ભારે ના થવા દો. નહીં તો તમારો માનસિક તણાવ પણ વધી શકે છે. તે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહીં. જો તમારે કોઈ નવા કામમાં રોકાણ કરવું હોય તો સમજદારીપૂર્વક કરો. આજે આ રાશિના લોકોને આજે કોઈપણ નવા સંપર્કથી લાભ મળશે. આ ઉપરાંત ભૂતકાળના સંદર્ભમાં સંશોધનનો લાભ આજે મળી શકે છે.
કન્યા રાશિફળ (Virgo):
જો તમારા પૈસા ઘણાં સમયથી અટક્યા છે તો આજે તમે તે મેળવી શકો છો. પરંતુ આ માટે તમારે પ્રયત્ન કરવો પડશે. પારિવારિક જવાબદારીઓમાં બેદરકારી ના રાખો. તમારી ક્ષમતાને પોઝિટિવ તથા મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓમાં લગાવો. તમને સફળતા મળશે. નજીકના મિત્રોની પરેશાનીઓમાં મદદ કરવી તમને સુકૂન આપશે. સમય માનસિક શાંતિથી પરિપૂર્ણ રહેશે. આજે આ રાશિના લોકોને આજે ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળવાની તક મળશે. આયાત-નિકાસના ધંધામાં પણ નફાનો યોગ છે.
તુલા રાશિફળ (Libra):
આધ્યાત્મિકતા અને ધાર્મિક કાર્યમાં પણ રુચિ વધશે. મુસાફરીનો યોગા બની રહ્યો છે, સમયનો ઉપયોગ સાથે તમારો સિતારો ચમકશે. અનેક મામલે ધૈર્યથી કામ લેવાની જરૂરિયાત રહેશે. કારણ વિના કોઇ સાથે વાદ-વિવાદમાં પડશો નહીં. તમે કોઇ ધર્મ સંકટમાં પણ ફસાઇ શકો છો. આ સમયે ઘરની મહિલાઓ પોતાના સંબંધોને મધુર જાળવી રાખે. આજનો દિવસ બહેન અને ભાઈની ચિંતામાં વિતાવશો. કદાચ આજે તમે તેમની કારકિર્દી અથવા વ્યક્તિગત જીવનને સેટ કરવા માટે ટેન્શનમાં છો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ બધી સમસ્યાઓ તમારા પ્રયત્નોથી પણ ઉકેલાઈ શકે છે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
પરિવાર પ્રત્યે તમારું આ સમર્પણ તમને સુખ આપશે. મનમાં ઉત્પન્ન થઈ રહેલાં પ્રશ્નોનો જવાબ શોધવો તમારી માટે ખૂબ જ જરૂરી છે. જેની માટે લોકોની સામે પોતાની લાગણીઓને સારી રીતે રજૂ કરવી જરૂરી છે. જે વ્યક્તિની સાથે વાતચીત કરીને મનને રાહત મળતી હોય તેની સાથે થોડો સમય વિતાવવાનો પ્રયાસ કરશો તો નકારાત્મક વાતોની અસર ઓછી થઈ જશે.
ધન રાશિફળ (Sagittarius):
આજે કેટલાંક મહત્વપૂર્ણ કાર્ય માટે લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો દિવસ પરિવાર અને સંબંધીઓ સાથે સારો વિતશે. તમારા સંપર્કો અને મિત્રો સાથે મુલાકાત ફાયદાકારક રહી શકે છે. છેલ્લાં થોડા સમયથી તમારા વ્યક્તિત્વમાં વધારે પોઝિટિવ ફેરફાર કરવાથી તમને સામાજિક અને પારિવારિક પ્રોત્સાહન પણ મળી શકે છે.
મકર રાશિફળ (Capricorn):
બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર રહો. ધાર્મિક સ્થળોની મુસાફરીનો યોગ છે. લગ્ન જીવનમાં પ્રેમ રહેશે. આર્થિક મામલે આજનો દિવસ શુભ રહેશે. આગામી કેટલાક મહિનાઓ માટે બનાવવામાં આવેલ યોજના ઉપર કામ કરવાની શરૂઆત તમારા દ્વારા થઈ શકે છે. જેની માટે અનુભવી લોકોનું માર્ગદર્શન મળવાને લીધે મનમાં ઉત્પન્ન થઈ રહેલી શંકા દૂર થશે. તમારી આસપાસ હકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહી રહ્યો છે તેથી તમે દરેક કઠિન સમયનો સામનો પૂરી તાકાતથી કરશો.
કુંભ રાશિફળ (Aquarius):
પ્રગતિની આ ગતિ કાયમી રાખવી તે તમારું મુખ્ય કાર્ય હોવું જોઈએ, નહીં તો ભવિષ્યમાં તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. બાળકોના ભવિષ્યને લઇને કોઇ ચિંતા રહી શકે છે. જમીનને લગતા વિવાદો ઉકેલવામાં પરેશાની આવશે, પરંતુ ગુસ્સાની જગ્યાએ ધૈર્ય અને સંયમથી કામ લેવું જરૂરી છે. આ સમયે કોઇ પ્રકારની યાત્રા ટાળો તો સારું.
મીન રાશિફળ (Pisces):
તમારા જીવનધોરણને સુધારવા માટે તમારે ફક્ત તે વસ્તુઓ ખરીદવી જોઈએ જે કાયમી ઉપયોગ માટેની હોય. કોઈ વિશેષ મહેમાન સાંજે આવી શકે છે. આજે તમારું મન પ્રસન્ન રહેશે. પોતાના નજીકના લોકો સાથે મળવાનો અવસર મળી શકે છે. સમય અનુકૂળ છે. થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. ઘરની દેખરેખને લગતા કાર્યોની યોજના બનશે.