1600 કિ.મી.નો વિશાળ દરિયા કાંઠો ધરાવતુ હોવા છતાં ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોએ નયનરમ્ય બિચનો આનંદ ઉઠાવવા માટે છેક ગોવા કે દીવ સુધી લાંબુ થવું પડતું હતુ. દેવભૂમી દ્વારકામાં રાજય સરકાર દ્વારા શિવરાજપુર બિચનો વિકાસ કરવામાં આવ્યું છે.
શિવરાજપુર બિચની ગણના ખૂબજ ટુંકાગાળામાં ભારતના સર્વશ્રેષ્ઠ બિચમાં થવા લાગી છે.
સહેલાણીઓ માટે પણ શિવરાજપૂર બીચ હોટ ફેવરીટ બની ગયો છે. કુદરતે અહી અઢળક વ્હાલ ઠાલવ્યું છે.