- ભેંસાણના વિશળ હડમતીયા ગામે ભણતરના ભારથી વિદ્યાર્થિનીનો આપઘાત
- ધોરણ-12માં અભ્યાસ કરતી તરુણીએ ઝેરી દવા પી અગન પછેડી ઓઢી લેતાં ગામમાં ચકચાર
ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામે ભણતરના ભારથી કંટાળી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં ચકચાર મચી ગયો છે. ધોરણ 12માં અભ્યાસ કરતી તરુણીએ ઉંદર મારવાની દવા પીને અગન પછેડી ઓઢી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભેસાણ તાલુકાના વિશાળ હડમતીયા ગામે રેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી પ્રિયંકા વિનુભાઈ કંડોલીયા નામની 17 વર્ષીય તરુણીએ પોતાના ઘરે ઉંદર મારવાની ઝેરી દવા પી શરીરે કેરોસીન છાતી અગન પછેડી ઓઢી લેતા તેનું મોત નીપજ્યું છે.
આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યારે દાઝેલી તરુણીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક પ્રિયંકાબેન કંડોલીયાને અભ્યાસમાં કઈ યાદ ના રહેતું હોવાથી ભણતરના ભારને કારણે કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે તરુણીના આપઘાતના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.