ઉપલેટા, ધોરાજી, જેતપુર, બગસરા અને જામખંભાળીયા સહિતના સ્થળે ઈકોકારને નિશાન બનાવતા
ધોરાજી શહેરમાંથી સાઈલેન્સર ચોરતી આંતર જિલ્લા બેલડીને ઝડપી પાડી ઉપલેટા, બગસરા, બગસરા, જેતપુર અને જામખંભાળીયા શહેર મળી 14 ગુનાઓનો ભેદ ઉકેલી મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વધતા જતા આર્થિક ગુનાઓનો ભેદ ઉકેલવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા એસ.પી.જયપાલસિંહ રાઠૌરે આપેલી સુચનાને પગલે ધોરાજી પોલીસ મથકના પી.આઈ. આર.કે. ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
ગત તા.4 ડિસે.ની રાત્રીનાં સમયે બે ઈકો કારના સાઈલેન્સરની ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા સીસીટીવી કેમેરા ચેક કરતા જેમાં જી.જે.3 કેએમ 1548નંબરના શંકાસ્પદ બાઈક ચાલક જણાતા તે પોકેટ એપમાાં સર્ચ કરતા કૈલાનગરમાં રહેતા રાકેશ રાજેશ ડાભી હોવાનું જણાતા તેની પૂછપરછમાં તેનો ભાઈ આશિષ ચલાવતા હોવાનું ખૂલતા પોલીસે તેને તેના મિત્ર કુસાબ બારોટના જુનાગઢ રોડ પર ગેસ વેલ્ડીંગની કેબીને મળી આવતા અને કેબીનમાં બે સાઈલેન્સર સાથે બંનેની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા બંને શખ્સોની પ્રાથમિક તપાસમાાં 14 સ્થળેથી ઈકો કારમાંથી સાઈલેન્સરની ચોરી કર્યાની કબુલાત આપી હતી તેમજ રાત્રીનાં સ્થળે રેકી કરી રાત્રીનાં સમયે કારને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હતા.