જયેશભાઇની જીત નકકી હતી પણ લડાઇ જંગી લીડની હતી જામકંટોરણાના મતદારોએ રંગ રાખ્યો
જેતપુર જામકંડોરણાની બેઠક પર ભાજપનાનં ઉમેદવાર જયેશભાઇ રાદડીયાનો તોતીંગ જંગી બહુમતિ વિજય આજરોજ જામકંડોરણા ખાતે જયેશભાઇ રાદડીયાનું વિજય સરઘસ કાઢવામાં આવેલ હતુ. જેમાં કંડોરણા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી જંગી જન મેદની ઉમટી પડેલ હતી. ડી.જે. ના નાચ ગાનથી કાર્યકરો ગેલમાં આવેલ હતા અને જયેશભાઇ રાદડીયા તુમ આગે બઢો હમ તુમારી સાથ હૈ નારાથી કંડોરણા શહેર ગુંજી ઉઠેલ હતું.
આમ તો જયેશભાઇ રાદડીયાનો વિજય નીશ્ર્ચીત હતો પણ લડાઇ જંગી લીડની હતી તે જયેશભાઇ રાદડીયાએ સાર્થક કરી બતાવ્યું જેનો યશ જામકંડોરણા ના મતદારોને ફાળે જાય છે. આ તકે જયેશભાઇ રાદડીયાએ જણાવેલ હતું કે આ વિજય તમારો છે તમે મને જે ખોબલે ખોબલે મત આપી જંગી લીડ આપીને વિજય પ્રાપ્ત કરેલ તેના રૂણી તમે છો કારણ કે તમે જે મને જીતાવા તન તોડ મહેનત કરી મને જંગી બહુમતિથી વિજય બનાવેલ ગોવિંદભાઇ રાણપરીયા, ચંદુભા ચૌહાણ, પ્રવીણભાઇ લાખાણી, વિઠલભાઇ બોદર, કરણસિંહ જાડેજા, હિરેન બાલધા, સિઘ્ધરાજ કુંજડીયા, સંજય બોદર, તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી સરપંચો મંડળીના પ્રમુખો તથા આગેવાનો કાર્યકરો સહીતના લોકો વીજય સરઘસમાં જોડાયેલા હતા. આ તકે જેશભાઇ રાદડીયાએ તમામનો વિજય થવા બદલ આભાર વ્યકત કરેલ હતો.