કોંગ્રેસના પરાજિત ઉમેદવાર યતિશભાઈએ હારનું કારણ વિચિત્ર ગણાવ્યું કહ્યું કે તંત્ર એ ભાજપને જીતાડ્યું છે
ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં આરંભથી જ ભારે રસાકસી અને ચર્ચામાં રહેલી ગોંડલની બેઠક પર આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા નો 43313 મત ની લીડ થી વિજય થયો હતો આજે સવારથી જ મત ગણતરીના પ્રારંભિક રાઉન્ડથી જ ભાજપનો ઘોડો વીન માં હતો કુલ એક1,42670 ના મતદાનમાંથી ગીતા બાદ જાડેજાને 84751મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના યતિષભાઈ દેસાઈને42391 મત મળ્યા હતા અને આપના નિર્મિષાબેન ખૂટને 12783મતમળ્યા હતા અપક્ષ ઉમેદવાર મુકેશભાઈ વર્ધા ની 609 નોટામાં 2136મ તો ના કાઉન્ટિંગમાં ભાજપના ગીતાબા જાડેજા ને 43313 મતની લીડ મળતા વિજેતા જાહેર થયા હતા ગોંડલની બેઠક પર વટભેર વિજેતા બનેલા ભાજપના ગીતાબા જાડેજા એ કહ્યું હતું કે લોકોએ ભાજપ પર મુકેલા વિશ્વાસ ને સાર્થક કરી બતાવ્યું છે વિવાદના બદલે લોકોએ વિકાસને મત આપ્યા છે.
બીજી તરફ ગોંડલમાં સરકારી તંત્ર એ ભાજપનેજીતાડ્યું હોવાનો કોંગ્રેસના યતિશભાઈ દેસાઈએ આક્ષેપ કર્યો હતો ગોંડલ બેઠક પર ચૂંટણી હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર યતિષભાઈ દેસાઈએ સરકારી તંત્ર પર આક્ષેપ કરી કહ્યું હતું કે લોકોએ તો કોંગ્રેસને મત આપ્યા છે પણ તંત્ર દ્વારા ભાજપનું કામ કરાયું હોય તેમ ઇવીએમના કારણે અમારી હાર થઈ છે.
તેમણે કહ્યું કે આઠ મશીન બગડ્યા હતા અને બે મશીનમાંથી ઓછા મતનીકળ્યા છે તંત્ર દ્વારા ભાજપને જીતાડવા પૂરતી મદદ કરાય છે ભાજપને મળેલીજીત અંગે યતિષભાઈએ આશ્ચર્ય કરી કહ્યું હતું કે આ પરિણામ કોઈ કાલે શક્ય નથી.