કુતિયાણાના લોકોએ કાંધલ જાડેજાને ખોબલે-ખોબલે મત આપીને વિજય બનાવ્યા છે. આમ સમાજવાદી પાર્ટીમાંથી એકમાત્ર ઉમેદવાર કાંધલે આ બેઠક પર જીત મેળવી તમામ સમીકરણો ઉંધા પાડ્યા છે. દબંગ ઉમેદવારના કારણે કુતિયાણા બેઠક હંમેશા ચર્ચામાં રહેતી આવી છે.
આ વખતે અહીં કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. છેલ્લી બે ચૂંટણીથી કાંધલ સરમણ જાડેજા અહીંથી એનસીપીની ટિકિટ પર ચૂંટણી લડી જીતતા આવ્યા છે. જો કે, આ વખતે આ બેઠક પર એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થતા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી સમાજવાદી પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપે અહીં ઢેલીબેન ઓડેદરા, કોંગ્રેસે નાથાભાઈ ઓડેદરા અને આમ આદમી પાર્ટીએ ભીમાભાઈ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.