ફરિયાદના કલાકો વિત્યા છતા કોઇ કર્મચારી ન આવતા બોલાચાલી: વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ સરકારી કર્મચારીઓની અનેક મામલાઓ સામે આવે છે અને અનેક લોકોને સરકારી સુવિધાઓ મળે છે પરંતુ અમુક વાર અનેક પ્રકારની સમસ્યાઓમાં ખામીઓ સર્જાવાના કારણે સરકારી તંત્રને ફોન કરી અને જાણકારી આપવા છતાં પણ કલાકોની કલાકો સુધી જીવન જરૂરિયાત વસ્તુ જે ગણાય છે. તેવી વીજળી અંગેની બેદરકારીઓ અનેકવાર સામે આવે છે ત્યારે લોકો અકળાઈ જાય છે અને લોકો કાળજાળ બની અને ક્યારેક માથાકૂટ પણ સર્જાતી હોય છે ત્યારે આવો જ એક બનાવ સોશિયલ મીડિયા ઉપર ચોટીલા નો સામે આવ્યો છે જેમાં હોટલના માલિક જણાવી રહ્યા છે કે છેલ્લા 3:30 કલાકથી વીજળી ગાયબ છે અને ફરિયાદ પણ નોંધાવી હોવા છતાં પણ સાડા ત્રણ કલાક સુધી કોઈ કર્મચારી ન આવે ત્યાં સુધી હોટલમાં અનેક પ્રકારની અનેક સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે
હોટલમાં દૂધ તેમ જ અનેક પ્રકારની ખાણીપીણી વસ્તુઓ ફ્રિજમાં પડેલી હોય છે જે વસ્તુઓ વીજળી જવાના કારણે ઘણી વખત બગડી પણ જતી હોય છે ત્યારે હોટલ માલિકની રજૂઆત સત્યતા ઉપર હાલમાં વીડિયો વાયરલ થયો છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલાના સહયોગ હોટલ પાસે વીજ કર્મચારી અને પીજીવીસીએલ ના કર્મચારીઓ નો વિડીયો વાયરલ થયો જેમાં સાંગાણી પીઠમાં હોટલના માલિકે જાણકારી આપી અને ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ સાડા ત્રણ કલાક થવા છતાં કોઈ પીજીવીસીએલનો કર્મચારી વીજળી ચાલુ કરવા માટે ન આવ્યો અને આવ્યો તો તે જણાવે છે કે તમારી ફરિયાદ અમારી પાસે નથી તો આ સરકારી તંત્રમાં કેટલું યોગ્ય કહેવાય અને આ અંગે નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવા પડે તે પણ કેટલું યોગ્ય કહેવાય તે સરકારી તંત્ર એ નોંધ લેવા જેવી બાબત ગણાવાઈ રહી છે.