વિધાનસભાની ચૂંટણીની મતગણતરીના બે કલાકમાં જ ધોરાજીના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી હતી. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આપ દ્વારા કરવામાં આવેલા મત વિભાજનના કારણે હાર થઈ હોવાની વાત સ્વીકારી હતી. જેથી કોંગ્રેસની થોડી ઘણી વધેલી આબરૂનું પણ ધોવાણ થઈ ગયું હોવાનું લાગી રહ્યું છે.
પાચ રાઉન્ડની ગણતરી બાદ કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ જણાવ્યું હતું કે હું સામેથી હાર સ્વીકારી આપ દ્વારા કરવામાં આવેલા મત વિભાજનના કારણે પોતે હાર્યા હોવાનુ તેઓએ જણાવ્યું હતું. ત્યારે ધોરાજીમાં ભાજપ ઉમેદવાર હજારોની લીડથી આગળ ચાલી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મત ગણતરીની શરુઆતથી ભાજપ આગળ વધી રહ્યું છે. ભાજપ કાર્યાલય ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડી જ વારમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે કોંગ્રેસ કે આપ આગળ વધશે કે ભાજપ બન્નેના સુપડા સાફ કરશે.