સ્માર્ટ સિટી રાજકોટની જાળવણી કરવા માટે તંત્ર દ્વારા સતત અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે સ્માર્ટ સિટીને ગ્રીન સિટી બનાવવા તંત્ર દ્વારા શહેરનાં રાજમાર્ગોના ડિવાઇડર ઉપર વૃક્ષારોપણની કામગીરી શરુ કરવામાં આવી છે. થોડા સમય બાદ આ વૃક્ષો રાજમાર્ગોની શોભામાં વધારો કરશે.