સોશિયલ મીડિયા પર અંકુશ લાવવા સરકાર આઇટી એકટમાં ફેરફાર કરશે ?
સોશિયલ મીડિયા પર ખરાઇ કર્યા વિના આડેધડ ખોટી માહીતી વાયરલ કરવા સામે સરકાર એકશન મોડમાં: ટીએમસીના પ્રવકતા શાંકેત ગોખલેની ગુજરાત પોલીસે જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી
મોરબીમાં થયેલી હોનારત દુર્ઘટના બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અંગે ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી છે. સાકેત ગોખલેને જયપુર ખાતેથી દબોચી આગળની કાર્યવાહી હાથધરી છે.
સોશ્યિલ મીડિયા પર અંકુશ રાખવા માટે સરકાર દ્વારા ભવિષ્યના સમયમાં આઇટી એકટના ધારાધોરણોમાં ફેરફાર કરે તેવી શકયતાઓ જણાઇ રહી છે. સોશ્યિોલ મીડીયા પર ખરાઇ કર્યા વિના આડેધડ ખોટી માહીતી વાયરલ કરવા સામે સરકાર એકશન મોડમાં આવીને ટીએમસીના પ્રવકતા શાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. મોરબી દુર્ધટનાામાં ભોગ બનેલા વ્યકિતઓને આપવામાં આવેલી સહાય કરતા તેમની મુલાકાતનો ખર્ચ વધુ હોવાના ટિવક અંગે ગુજરાત પોલીસે જયપુર એરપોર્ટ ખાતેથી સાંકેત ગોખલેની ધરપકડ કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ટીએમસી પાર્ટીના નેતા ડેરેક ઓ બ્રાયને જણાવ્યું હતું કે સાકેત સોમવારે રાત્રે 9 વાગ્યે નવી દિલ્હીથી ફ્લાઈટ લઈને જયપુર પહોંચ્યો હતો. જ્યાં અગાઉથી જ રાહ જોઈ રહેલા ગુજરાત પોલીસ સ્ટાફે તેમની ધરપકડ કરી હતી. મંગળવારે રાત્રે 2 વાગે સાકેત ગોહેલે તેમની માતાને ફોન કરીને પોતાની ધરપકડની જાણ કરી હતી અને કહ્યું કે તેઓને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા છે.પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે સોમવારે આ તેમની ધરપકડ કરી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે મોરબી બ્રિજ દુર્ઘટના પર ટ્વિટ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના સાકેત ગોખલેની સોમવારે ગુજરાત પોલીસે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ગોખલે પર મોરબી બ્રિજ તૂટી પડવા ના મામલે વડાપ્રધાન મોદી વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ છે. ધરપકડની માહિતી તેમના પક્ષના સાથી અને રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા આપવામાં આવી છે.
તૃણમુલ કોંગ્રેસના પ્રવકતા સાકેત ગોખલેએ એક ટિવટ કરીને માહીતી આપી હતી કે ગુજરાતમાં મોરબીમાં થયેલી પુલ દુર્ધટનામાં 135 વ્યકિતઓના મોત નિપજયા હતા. જેમને સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયની કુલ રકમ કરતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલી મોરબીની મુલાકાતનો ખર્ચ વધુ હોવાનું જણાવ્યું હતું. જે અંગે સાંકેતા ગોખલે સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. તેના પગલે ગુજરાત પોલીસે આજ રોજ જયપુર એરપોર્ટ ખાતેથી સાંકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી હતી.