મીડ ફિલ્ડ મુદ્દે ઇંગ્લેન્ડની એકમાત્ર ટીમ સૌથી વધુ બેલેન્સડ !!!
આ વખતનું ફીફા વિશ્વ કપ મિડફીલ્ડ લઈ ખૂબ જ અઘરું બન્યું છે. કારણકે અત્યાર સુધી ફૂટબોલ હર હંમેશ મિડ ફીડ ઉપર જ આધારિત રહેતું હોય છે અને મેડ ફિલ્ડના ખેલાડીઓ જ ફૂટબોલ રમત ની જાન કહેવામાં આવે છે ત્યારે જો મેડ ફિલ્ડને યોગ્ય રીતે ગોઠવવામાં ન આવે તો કોઈ પણ ટીમ માટે જીતવું ખૂબ જ કપરુ બની જતું હોય છે અને તે જીત અનિશ્ચિત પણ થઈ જતી હોય છે. હાલની સ્થિતિ મુજબ ચાલુ વિશ્વ કપમાં અનેક ટીમ મેડ ફિલ્ડમાં જે ત્રણ ખેલાડીઓ હોવા જોઈએ તેના બદલે માત્ર બે ખેલાડીઓથી જ રમે છે જે ટીમનું હારનું કારણ બન્યું છે.
હાલ વિશ્વ કપમાં દરેક ટીમો પૈકી એકમાત્ર ઇંગ્લેન્ડની ટીમ જ એવી છે કે જેનું મેડ ફિલ્ડ ખૂબ જ મજબૂત જોવા મળ્યું છે અને તે ઉતરોતર જીત પણ હશે જ કરે છે. પહેલા ના ફૂટબોલ ખેલાડીઓને ફુટબોલ ટીમ સૌથી વધુ મેડ ફીડ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું હતું અને તે દિશામાં તેઓ વિરોધીઓ સમક્ષ પોતાની રમત પણ રમતું હતું. તો હાલના તબક્કે મિડ ફિલ્ડ માટેની જે વ્યવસ્થા જે હોવી જોઈએ તે જોવા મળતી નથી અને માત્ર બે ખેલાડીઓથી જ ફિલ્ડ એટેકિંગ ઊભી કરવામાં આવી છે.
બ્રાઝિલની ટીમ ફિફા વર્લ્ડ કપ 2022ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. સોમવારે રામયેલી પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં બ્રાઝિલે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું હતું. આ જીત સાથે બ્રાઝિલે સતત આઠમી વખત અને એકંદરે 17મી વખત વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે બ્રાઝિલનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં છેલ્લી વખતના ઉપવિજેતા ક્રોએશિયા સામે થશે. પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલે ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બ્રાઝિલે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું હતું. બ્રાઝિલની જીતમાં નેમારે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે બ્રાઝિલનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં છેલ્લી વખતના રનરઅપ ક્રોએશિયા સામે થશે.
બ્રાઝિલે સાઉથકોરિયાને 4-1થી કચડી નાખ્યું !!!
ફીફા વિશ્વ કપમાં બીજો રોમાંચક મુકાબલો બ્રાઝિલ અને સાઉથ કોરિયા વચ્ચે રમાયો હતો જેમાં બ્રાઝિલે દક્ષિણ કોરિયાને 4-1થી કચડી નાખ્યું છે અને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. તરફથી ને મારે પોતાનો 76 મો આંતરરાષ્ટ્રીય ગોલ ફટકાવ્યો હતો જે હવે પેલેના 77 ગોલથી એક જ ગોલ પાછળ છે. હાલ સૌથી મોટી વાત એ છે કે ફીફા વિશ્વ કપ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યો છે અને દરેક ટીમ જે સુપર 60 માં પહોંચી છે તે પોતાનું એડીચોટીનું જોર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે લગાવી રહ્યું છે ત્યારે બ્રાઝિલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે.
ક્રોસિયાએ જાપાનને પેનલ્ટી શૂટમાં ‘આઉટ’ કર્યું : ક્વાર્ટરમાં શાનદાર પ્રવેશ !!!
ક્રોએશિયાની ટીમ ફિફા વર્લ્ડ કપ 2022ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. રોમાંચક મેચમાં ક્રોએશિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં જાપાનને 3-1થી હરાવ્યું. નિર્ધારિત અને વધારાના સમય બાદ બંને ટીમો 1-1 થી બરોબરી પર હતી, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો. પહેલા હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. જાપાન માટે આ ગોલ ડેજેન મેડાએ 43મી મિનિટે કર્યો હતો. કોર્નર કિક દરમિયાન માયા યોશિદાના સુંદર પાસ પર મેડાએ આ ગોલ કર્યો હતો. પ્રથમ હાફમાં જાપાન અને ક્રોએશિયાએ ત્રણ-ત્રણ શોટનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંનેનો એક-એક શોટ નિશાના પર લાગ્યો.